Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વિરમગામની ડીસીએમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કોલેજ પરિવાર તરફથી અધ્યાપકો સહિતના સ્ટાફએ વૃક્ષ દત્તક લઇ ઉછેરવાનો નિર્ધાર કર્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ  ડીસીએમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આષાઢી બીજના પાવન દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિરમગામ કોલેજ કેળવણી મંડળના પ્રમુખ સેવંતીલાલ કે વોરા, ઇન્ચાર્જ આચાર્ય કેપ્ટન રવિન્દ્ર ચૌધરી,  અધ્યાપકો,  કોલેજ સ્ટાફ સાથે મળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ પરિવાર તરફથી અધ્યાપકોએ વૃક્ષ દત્તક લઇ તેને ઉછેરવાનો નિર્ધાર કર્યો છે. પ્રોફેસર અશ્વિન આણદાણી, પ્રોફેસર જે.એમ.પટેલ, પ્રો ઈલા પટેલ, પ્રોફેસર મંજુલા પટેલ, અધ્યાપક તથા સ્ટાફએ વૃક્ષો દત્તક લીધા હતા. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

(6:04 pm IST)