Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાજપ સાંસ્‍કૃતિક સેલના પ્રદેશ કન્‍વીનર પદે બિહારીભાઇ ગઢવી

રાજકોટ,તા. ૧૨: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સેલની સંરચના કરતાં પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટનાં ખ્‍યાતનામ લોકગાયક બિહારી હેમુભાઇ ગઢવીની સાંસ્‍કૃતિક સેલના પ્રદેશ કન્‍વીનર તરીકે વરણી કરાયેલ છે.

ગુજરાતી લોકસંગીતના હેમ કંઠી લોકગાયક સ્‍વ.હેમુ ગઢવીના દિકરા તરીકે લાકગાયક તરીકેનો વારસો બિહારીભાઇએ જીવંત રાખી બહુ મોટુ પ્રદાન કર્યું છે. આપણી ગુજરાતની અસ્‍મીતાને ઉજાગર કરી છે.

પ્રદેશ કક્ષાએ સાંસ્‍કૃતિક સેલના કન્‍વીનર તરીકે તેમની નિમણુકને સમસ્‍ત ચારણ સમાજ, ભાજપનાં સભ્‍યો, જાણીતા વૈશ્વીક કલાકારો, માયાભાઇ આહીર, ઓસામણ મીર, ધીરૂભાઇ સરવૈયા, કિર્તીદાન ગઢવી, દેવાયત ખવડ, સાંઇરામ દવે, યોગેશભાઇ ગઢવી, સમસ્‍ત ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ તથા ગુજરાતી કલા ક્ષેત્રના સ્‍ટેજ કલાકારો, પ્રસંશકો, સર્વે સમાજનાં ટેકેદારોએ આવકારીને બિહારીભાઇ હેમુભાઇ ગઢવીને શુભેચ્‍છાઓ પાઠવી છે. બિહારીભાઇ હેમુભાઇ ગઢવી (મો. ૯૯૨૫૦ ૭૫૪૩૭)

(11:43 am IST)