Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સાથે પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નીકળે છે. રથયાત્રાનું પર્વ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આ માટે રાજ્ય સહિત દેશ આખા માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે આ રથયાત્રા ભાઈચારા અને એકતાનું પ્રતીક પુરવાર થઇ છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોની આસ્થા સાથે જોડાયેલુ આ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કરીને આ રથ યાત્રા યોજી છે. જેમા કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે.

અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સાથે પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નીકળે છે. રથયાત્રાનું પર્વ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આ માટે રાજ્ય સહિત દેશ આખા માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે આ રથયાત્રા ભાઈચારા અને એકતાનું પ્રતીક પુરવાર થઇ છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોની આસ્થા સાથે જોડાયેલુ આ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કરીને આ રથ યાત્રા યોજી છે. જેમા કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. ( તસવીર અહેવાલ કેતન ખત્રી અમદાવાદ)

(9:57 am IST)