Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો : સૌથી વધુ વરસાદ મણિનગરમાં 5 ઈંચ: પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ 4 ઈંચ વરસાદ: જોધપુર અને બોપલમાં 1.25 ઈંચ : ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરપાસ બંધ કરાયા: અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા : વાહનો ડૂબ્યા

અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ યથાવત છે. શહેરના સેટેલાઇટ, શિવરંજની, એસ.જી.હાઇવે, સોલ, ઘાટલોડિયા, નારણપુરા, વાડજ, કાલુપુર, શાહપુર, મણિનગર, દરિયાપુર, બાપુનગર, ઓઢવ, નિકોલ, ખોખરા સહિત તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ યથાવત છે. વીજળીના કડાકા ભડાકા સાથે ચાલી રહેલા વરસાદથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે શહેરના અન્ડર પાસમાં પાણી ભરાઈ જતા શહેરના 7 અંડરપાસ બંધ કરાયા છે અમદાવાદમાંઅમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ ચાલુ. ઠેરઠેર  વાહનો ડૂબી જાય તેટલા પાણી ભરાયા છેઃ. દોઢ બે કલાકથી વરસાદ ચાલુ છે (સાગર મહેતા)

(10:41 pm IST)