Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આણંદના મોગર ગામના ખેડૂતના ખાતામાં સબસીડી જમા ન કરાવનાર બેન્કને રૂૂ.૨.૧૩ લાખની રકમનું વ્યાજ ચૂકવવા આદેશ

આણંદઃ સબસીડી રૂપે મળેલ રકમ ખાતામાં જમા ન કરાવતા બેન્કને વ્યાજ ચૂકવવા ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નજીકના મોગરમાં રહેતા અને ખેતીકામ કરતા હરપાલસિંહ ગોહીલે ગામની બેંક ઓફ બરોડામાંથી ખાતેદાર તરીકે ખેતીની જમીનમાં ગોડાઉન બનાવવા માટે રૂ. ર૦ લાખની લોન લીધી હતી. નાબાર્ડના નિયમો અનુસાર આ સબસીડીવાળી લોન હતી. દરમ્યાન હરપાલસિંહનું મૃત્યુ થતાં શર્મિષ્ઠાબેન લોન લેનાર અને બેંકના ગ્રાહક બન્યા હતા. લોન મેળવ્યા બાદ ગત તા. ૮ માર્ચ,ર૦૦૮ના રોજ નાબાર્ડમાંથી રૂ. .૧૩ લાખની સબસીડી બેંકને આપવામાં આવી હતી. જે સબસીડી ખાતેદારના ખાતામાં જમા આપવામાં આવી ન હતી. ત્યારબાદ તા. ૧૬ ઓકટો.ર૦૦૯ના રોજ નાબાર્ડ દ્વારા સબસીડીની બીજી રકમ રૂ. .૦૩ લાખ બેંકને આપી હતી. જે રકમ બેંકે આશરે ૪૬ માસ બાદ, તા. રર ઓગસ્ટ, ર૦૧૩ના રોજ ખાતેદારને જમા આપી હતી.

આમ, સબસીડીની રકમ અને તેની ઉપરનું વ્યાજ બેંકે જમા આપેલ ન હોવાથી ખાતેદારે વકીલ મારફતે તા. ર૧ સપ્ટે.ર૦૧પના રોજ બેંકને નોટિસ આપી હતી.જેનો બેંકે ઉડાઉ જવાબ આપતા ખાતેદારે રૂ. .૧ર લાખની રકમ પોતાના ખાતામાં જમા આપવા તથા બેંકે સેવામાં કરેલ ગંભીર ક્ષતિ બદલ વળતરની રકમ અપાવવા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં બેંકને નોટિસ મોકલતા તા. ૧૩ જૂન,ર૦૧૬ના રોજ બેકના વકીલે બચાવમાં લેખિત જવાબ રજૂ કર્યો હતો. જેમાં નાબાર્ડ દ્વારા બે હપ્તામાં સબસીડી બેંકને આપવામાં આવ્યાનું સ્વીકાર્યુ હતું. પરંતુ સબસીડીની રકમ ખાતેદારના ખાતામાં જમા અપાઇ હોવાનું અને તે રકમ ઉપર વ્યાજ જમા કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. જો કે ગ્રાહક કોર્ટે નોંધ્યું હતું કે, બેંકે સબસીડીની રકમ તા. ૮ ફેબ્રુ.ર૦૦૮ના રોજ મેળવી હતી અને ફરિયાદીના લોન ખાતામાં તા. ૧પ ફેબ્રુ.ર૦૦૯ના રોજ એટલે કે વિલંબથી આપ્યાની બેંકે સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ ફરિયાદીએ પોતાના લોન ખાતાની પાસબુક કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેમાં તા. ૮ માર્ચ,ર૦૦૮ની સબસીડીની રકમ રૂ. ,૧૩,૦૦૦ તા. ૩૧ મે,ર૦૧૩ના રોજ જમા આપવામાં આવ્યાનું દર્શાવાયું હતું. આથી પ્રથમ સબસીડી પ વર્ષ અને ર માસ બાદ તેમજ બીજી સબસીડીની રકમ ૩ વર્ષ અને ૧૦ માસ બાદ, ઘણાં વિલંબથી લોનધારકના ખાતામાં બેંકે જમા આપ્યાની બેંકની ગંભીર ક્ષતિ કોર્ટે ધ્યાને લીધી હતી. દરમયાન બેંકે વ્યાજની રકમ જમા આપ્યાની કહેલ બાબત અંગે પાસબુકમાં એન્ટ્રી જોવા મળતી ન હોવાનું પણ કોર્ટે ધ્યાને લીધું હતું. આથી બેંક જેવી જાહેર સંસ્થા કે જયાં ઓડિટ વર્ક પણ કરવામાં આવતું હોય છે ત્યાં વર્ષોના વર્ષો સુધી આવી ભૂલ ચાલતી આવતી હોય તે અંત્યંત ગંભીર બાબત જણાવતા કોર્ટે હુકમ કર્યો હતો કે, શર્મિષ્ઠાબેન હરપાલસિંહને નાબાર્ડની સબસીડીની રકમ રૂ. .૧૩ લાખ ઉપર તા. ૮ માર્ચ,ર૦૦૮થી ૧પ ફેબ્રુ.ર૦૦૯ સુધી ૯ ટકા લેખે, રૂ. .૦૩ લાખની સબસીડીના બીજા હપ્તા પર તા. ૧૬ ઓકટો.ર૦૦૯થી તા. રર ઓગસ્ટ,ર૦૧૩ સુધી ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું રહેશે. વધુમાં ફરિયાદીને માનસિક ત્રાસ માટે નુકસાની વળતરની રકમ રૂ. ૪૦ હજાર અને ફરિયાદ ખર્ચના રૂ. પ હજાર પણ ચૂકવવા ગ્રાહક કોર્ટે આદેશ કર્યો હતો.

(7:26 pm IST)