Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

બાતમીના આધારે ઇડર પોલીસે મોહનપુરા રેલવે ક્રોસિંગ નજીકથી 76.800 નો વિદેશી દારૂની અટકાયત કરી

ઈડર:પોલીસની ટીમે આજે સવારે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન મોહનપુરા રેલ્વે ક્રોસિંગ નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થતી એક કારને ઝડપી પાડી ૭૬૮૦૦ના વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા- ૩૨૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ અંગે પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલ બે સખ્શોની અટકાયત કરી, બંને વિરૂદ્ધ પ્રોહિબીશન અંતર્ગત ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો અનુસાર ઈડર પોલીસને બાતમી મળી હતી કે, આજે સવારે ઈડર-ભિલોડા હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે અંતર્ગત ઈડર પોલીસની ટીમે સવારથી જ મોહનપુરા રેલ્વે ક્રોસીંગ નજીક વોચમાં ગોઠવાઈ જઈ વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન વાહન ચેકીંગમાં એક કારની તલાશી લેતાં, કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જેથી પોલીસે કારને પોલીસ મથકે લઈ જઈ, કારમાં સવાર (૧) સુરેશભાઈ શ્રી રામભાઈ પાસ તથા (૨) કમલેશભાઈ કાવજીભાઈ ભરાડાની દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે ધરપકડ કરી, કારમાંથી મળી આવેલ અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા- ૭૬૮૦૦નો કિંમતનો વિદેશી દારૂ કબ્જે લીધો હતો. સાથે જ પોલીસે રૂપિયા ૧૦૦૦ના બે મોબાઈલ તથા ૨,૫૦,૦૦૦ની કિંમતની કાર પણ કબ્જે લીધી હતી.
આ ઘટના અંગે પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલ ઉપરોક્ત બંને સખ્શો વિરૂદ્ધ પ્રોહિબીશનની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

(5:29 pm IST)