Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

'જનેતા'નો જીવ ચાલ્યો કેમ?... કાળજાનો કટકો હુંફને બદલે હડધુત

દવાથી વધારે માંનું 'દુધ ને દુલાર'ની જરૂરિયાત હતી ત્યારે જ હોસ્પિટલના બિછાને છોડી દેતા પહેલા એક વાર પણ વિચાર્યુ નહિ... : અન્નનળી વિના જન્મેલા બાળકને ઓપરેશન વખતે બ્રેઇન લોસ થયુ છતા માતાનું કઠોર હૃદય ન પિગળ્યુઃ આરામના બહાને માવતરના ઘેર ચાલી ગયેલી મહિલા સામે ફિટકાર

અમદાવાદ,તા.૧૨: ધરતી ઉપર જન્મ લેનાર દરેક જીવાત્માને દૂનિયામાં સૌથી વધારે લાડ લડાવતી વ્યકિત હોય તો તે 'માં'જ છે...બાળક પ્રત્યે માતાની મમતાથી વધારે બીજુ કઇ હોતુ નથી.માતાને ભગવાન જેટલો દરજજો દેવાયો છે...પરંતુ અમદાવાદમાં બનેલા કિસ્સાએ માતા-બાળક વચ્ચેની પ્રેમાળ-હુંફભરી લાગણીને પણ સવાલોના ઘેરામાં લાવી દીધી છે ત્યારે સૌ કોઇ જરૂર કહેવા લાગશે કે, કપરી સ્થિતિમાં કબાળજાના કટકાને હુંફને બદલે હડધૂત કરવામાં જનેતાનો જીવ કેમ ચાલ્યો હશે?

આ અંગે જાણવા મળ્યાનુસાર અમદાવાદ ખાતે ચાંદખેડામાં રહેતા ઘનશ્યામ પટેલના ઘેર રૂદ્ર નામનું બાળક જન્મ્યુ હતુ, પણ કુદરતને જાણે કઇક અલગ જ મંજુર હોય એમ કુમળા ફુલને જન્મતા જ અન્નનળી નહિ હોવાથી તાત્કાલિક માતાના ખોળામાં વ્હાલ પ્રાપ્ત કરવાને બદલે હોસ્પિટલના બિછાને જવાનો વખત આવ્યો હતો.

સૌ કોઇ મહિલાને પોત-પોતાના સંતાન પ્રત્યે દૂનિયામાં સૌથી વધારે કુણી લાગણી હોય છે, પરંતુ તાજા જન્મેલા રૂદ્ર નામના બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે  ત્યા રહી હુંફ આપવાને બદલે એની નિષ્ઠુર જનેતા પોતાના સંતાનને હોસ્પિટલના બિછાને છોડી આરામ કરવાના બહાને માવતરે ચાલી ગઇ હતી.

કહેવાય છે કે, રૂદ્ર નામના બાળકને જન્મથી જ અન્નનળી નહોતી.સીજેરિયન ઓપરેશનથી માતા તોરલને પણ દાખલ કરવી પડી હતી.માતાની તરિયત પણ સારી ન હોવાથી નવજાત શિશુને કૃત્રિમ આહાર આપવાવાળી નળી નાંખવામાં આવી હતી, જેવી જ તોરલની તબિયતમાં સુધારો થયા કે ડોકટરોએ બાળકને માતાના દુધ અને હુંફની જરૂરીયાત જણાવી હોવા છતાયે કોણ જાણે કેમ તોરલ કાળજા કટકાને હોસ્પિટલમાં આઇસીયુમાં જ મુકીને આરામ કરવાના બહાને માવતરના ઘેર ઇડર તાલુકાના લક્ષ્મીપુરા ગામે ચાલી ગઇ હતી. 

દરમિયાન ડોકટરોના કહેવા મુજબ બાળકને સ્વસ્થ કરવા માટે બે વખત ઓપરેશન કરાવવા પડયા ત્યારે બ્રેઇન લોસ થઇ ગયુ હતુ.આવી તમામ હકિકત માતાને કહેયા બાદ પણ તેણીનું દિલ પિગળ્યુ નહોતુ...હાલ નવજાત શિશુને માતાના દુધને બદલે પાવડરવાળું દુધ પિવડાવીને પોષણ અપાઇ રહયુ છે.

 ખરેખર આવી નિષ્ઠુર માતાના સંતાનો પ્રત્યે સંવેદના વિરૂધ્ધના પગલાથી ત્યા ઉપસ્થિત સૌ કોઇ લોકો મોઢામાં આંગળી નાંખી ગયા હતા.પતિ સહિત તબીબોએ પણ સમજાવવાનો પ્રયત્ન કરવા છતા પણ તોરલ નામની મહિલા એકની બે નહિ તથા અંતે તેણીના પતિ ઘનશ્યામ પટેલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં પત્નિની કરતુત સામે જાણ  કરી હતી.

(3:54 pm IST)