Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મહેસાણામાં ટ્રાફિક પોલીસની હેરાન ગતિના વિરોધમાં રિક્ષાચાલકોની અચોક્કસ મુદતની હડતાળ

રીક્ષા એસોસીએશનએ કલેક્ટરને આવેદન આપ્યું : સ્ટેન્ડમાં ઉભેલી રિક્ષાને પણ મેમો પકડાવી સતાના દુરુપયોગનો આક્ષેપ

મહેસાણા : મહેસાણામાં ટ્રાફિક પોલીસની હેરાનગતિના વિરોધમાં રિક્ષા એસોસીએશને રવિવારે મધ્યરાત્રીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ષા એસોસિએશને આ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રાફિક શાખા દ્વારા રિક્ષાચાલકોને હેરાનગતિ કરવામાં આવે છે તેમજ સ્ટેન્ડ પર ઉભેલી રિક્ષાને મેમો પકડાવી સત્તાનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ એસોસિએશને કર્યો છે.

(10:33 am IST)