Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ખેડાનાં માલવણ નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં 3 વ્યક્તિને ગંભીર ઈજા :સરકારી તબીબ દ્વારા સારવાર કરવા ઇન્કાર :લોકોમાં રોષ

ખેડાઃખેડાનાં માલવણ નજીક એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં 3 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. ઘાયલ થયેલ ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા પરંતુ સરકારી તબીબે સારવાર કરવાનો ઇન્કાર કરતા લોકોએ ભારે હોબાળો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર ખાતે હિટ એન્ડ રન થયો હોવાંની ઘટના બહાર આવી છે જેમાં  આ અકસ્માતમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે.જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ આ ઘટનામાં સરકારી તબીબે આ ત્રણેય ઇજાગ્રસ્ત યુવકોની સારવાર કરવાની મનાઇ કરી છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળતાં તેઓએ હોબાળો કર્યો હતો.

(11:49 pm IST)
  • મમતા બેનર્જીને ડૉકટર ઓફ લીટરેચર ડીગ્રીથી સમ્માનીત કર્યાઃ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વાઈસ ચાંસેલરે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળેલ ડીગ્રીનો વિરોધ કર્યો access_time 2:14 pm IST

  • સુપ્રીમ કોર્ટના જજોના વિવાદ પર કૉંગ્રેસે SIT દ્વારા તપાસ કરાવવાની કરી માંગ : પત્રકાર પરિષદમાં ન્યાયમૂર્તિઓના મુદ્દે કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઘટના અભૂતપૂર્વ છે, પ્રથમ વખત આવી ઘટના બની છે - ન્યાયમૂર્તિઓએ જસ્ટીસ લોયાની વાત કરી છે, તેની ઉચ્ચ સ્તરે તપાસ કરાવો - ન્યાયમૂર્તિઓનો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે તેનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ - સમગ્ર દેશને અદાલતી પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે : શ્રી સુર્જેવાલાએ વધુમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટને ન્યાયમૂર્તિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વિચાર કરવો જોઇએ : જજો દ્વારા થયેલ પત્રકાર પરિષદ લોકશાહી પર દૂરગામી અસર કરશે access_time 8:11 pm IST

  • હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે access_time 9:32 am IST