Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મંગળવારે અમદાવાદમાં પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોની મિટિંગ

વિધાનસભાના સત્રમાં વ્યૂહરચના અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્યોની ભૂમિકા અંગે ચર્ચા થશે

ગાંધીનગર:આગામી મંગળવારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોની મિટિંગ મળશે

  વિધાનસભા સત્ર પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે ધારાસભ્યોની બેઠક યોજાશે.જેમાં  વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસની વ્યૂહરચના શું હશે તે અંગે અને આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક ધારાસભ્યની શું ભૂમિકા હશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

(11:49 pm IST)