Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

મોરવાહડફ પોલીસનો સપાટો :ડાંગરીયામાં ઘરની દીવાલમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપ્યો

જસવંતભાઈ બારિયાની ધરપકડ ;દિવાલના ખાનામાંથી દારૂ સહીત 26 હજારનો મુદામાલ કબ્જે

અમદાવાદ :પંચમહાલ જિલ્લાના મોરવાહડફ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘરની દીવાલોમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બુટલેગરના ઘરે રેડ કરતા ઘરની દીવાલમાં ખાના બનાવી છુપાવેલો પરપ્રાંતીય તેમજ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી દારૂનો વેપલો કરનારાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   મળતી વિગતો મુજબ મોરવા હડફ પોલીસ સ્ટેશનના PSI આર.ડી.ભરવાડને મળેલી બાતમી મુજબ મોરવા તાલુકાના ડાંગરીયા ગામે એક ઈસમના પતરાવાળા મકાનમાં દારૂ છુપાવેલો છે. જેના આધારે પોલીસ સ્ટાફ સાથે રેડ ડાંગરીયા ગામે રેડ કરતા પતરાવાળા ઘરમાં દિવાલોની અંદર ખાના બનાવીને છુપાવી રાખવામાં આવેલો પરપ્રાંતીય તેમજ બીયરની ટીનનો જથ્થો મળી આવતા જસવંતભાઇ બારીયાની ધરપકડ કરી ૨૬,૦૫૦ રુપિયાના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(11:22 pm IST)