News of Friday, 12th January 2018

સુરતઃ ઓટો ફાઈનાન્સર અરવિંદ પટેલની કાર પર અજાણ્‍યા યુવકોનો હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ: પોલીસદોડી

અજાણ્યા દસથી બાર શખ્સોએ ધાતકી હથિયાર લઈ કાર પર હુમલો કર્યો હતો: હુમલાખોરોએ અરવિંદ પટેલની કારનો પાછળનો કાચ તોડી નાંખ્યો

સુરતઃ ઓટો ફાઈનાન્સનું કામ કરતા એક યુવાન પર અજાણાયા યુવકોએ હુમલો કર્યો હતો. આ હુમલાથી બચવા માટે ફાઈનાન્સરે પોતાની પાસે રહેલી બંદુકમાંથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાઈરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વેડરોડ પર આવેલી રાધાસ્વામી સોસાયટીમાં રહેલા અરવિંદ પટેલ ઓટો ફાઈનાન્સનો બિઝનેસ કરે છે. વાહનોની લોન સાથે ખાનગી ફાઈનાન્સનો બિઝનેસ કરતા અરવિંદ ભાઈ શુક્રવારે બપોરે કારમાં પોતાના ઘર પાસે પહોંચ્યા. આ સમયે કેટલાક

આ સમયે હુમલાથી બચવા માટે અરવિંદ પટેલ કારમાંથી બહાર આવ્યા અને તેમની પાસે રહેલી બંદુકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. એકાએક ફાઈરિંગ થતા હુમલાખોરો ત્યાંથી તુરંત નાસી છુટ્યા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(10:27 pm IST)
  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 7:21 pm IST

  • વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ access_time 4:04 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ access_time 11:34 am IST