Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગુજરાતમાં ફરી રેન્સમવેર વાયરસ ત્રાટકયો : મહેસાણા જીલ્લા પંચાયતના કોમ્પ્યુટરો નિશાનમા

મહેસાણા : થોડા સમય પહેલા ગુજરાતમાં રેન્સમવેર વાયરસ ત્રાટકયા બાદ આજે ફરી એકવાર આ વાયરસે ગુજરાતને નિશાન બનાવી ને મહેસાણા જીલ્લા પંચાયતના ઓફિસમાં રહેલા કોમ્પ્યુટરોમાં આ વાયરસ ત્રાટકતા અગત્યનો ડેટા ગાયબ થઇ ગયો છે.

જીલ્લા પંચાયત કચેરીમાં વાયરસ ત્રાટકયા બાદ મહેસાણાની અન્ય સરકારી કચેરીઓમાં પણ રેન્સમવેેર વાયરસ   ત્રાટકે તેવો ભય ફેલાયો છે.

(8:15 pm IST)