Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

નજીવી બાબતે પિતાએ ઠપકો આપતા બારડોલીના બાબેન ગામના યુવકે ટ્રેન સામે ઝંપલાવ્યું

બારડોલી:નજીક બાબેન ગામે લેક સીટીમાં રહેતી ધો. ૧૨ની વિદ્યાર્થિનીને પિતાએ સવારે નાસ્તા બાબતે ઠપકો આપતાં બપોરે મોપેડ લઇ ધામડોદલુંભા ગામની સીમમાં જઇ ટ્રેનની આગળ પડતું મુકી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બાબેન ગામે અવધ લેક સીટીમાં રહેતા અને બારડોલીમાં ખાનગી દુકાન ધરાવતા કેતન વાસુદેવભાઇ પરમાર પરિવાર સાથે રહે છે. આજે સવારે ઘરે નાસ્તામાં બટાકાની ચીપ્સ બની હતી. કેતનભાઇની ૧૮ વર્ષીય પુત્રી ઝીલે હું ચીપ્સ ખાવાની નથી તેમ કહી ડીશ ફેંકી દીધી હતી.

જેથી પિતાએ ઠપકો આપતા ઝીલને લાગી આવ્યું હતું અને સવારે સ્કૂલે પણ ગઇ નહોતી અને બપોરે બે વાગ્યે ટયુશન જાઉં છું કહી મેસ્ટ્રો મોપેડ લઇ ધામડોદ લુંભા ગામની સીમમાં રેલવે ટ્રેક પાસે પહોંચી ગઇ હતી. મોપેડ સાઇડમાં મુકી ટ્રેન સામે ઉભી રહી જતાં ટ્રેન અડફટથી દુર ફેંકાઇ ગઇ હતી.

ઝીલના અકાળે મોતથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડયો છે. ઝીલ ભણવામાં પણ હોંશિયાર હતી. શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓમાં  માનીતી હતી. બે દિવસ પહેલા જ શાળા પ્રવાસમાં તે જોડાઇ હતી. ત્યારે ખુશખુશાલ હતી.

 

 

 

(5:10 pm IST)