Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પરવાનગી વિના ગુજરાતમાં લવાતો 1.13 લાખનો દારૂનો જથ્થો ભરેલી કાર વિજયનગરની રાણી બોર્ડર પાસેથી પકડાઈ

વિજયનગર: તાલુકાના રાણી બોર્ડર પાસેથી પાસ પરમીટ વિના ગુજરાતમાં લવાઈ રહેલો અંદાજે રૃા.૧,૦૩ લાખની કિંમતના વિદેશી દારૃ ભરેલી કારને પોલીસે ઝડપી લીધી હતી અને તે અંગેની ફરીયાદ બુધવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ હતી. આ અંગે વિજયનગર પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ગુજરાતમાં પાસ પરમીટ વિના દારૃનો જથ્થો લવાઈ રહ્યો હોવાની બાતમી બુધવારે ઈડરના તથા ખેડબ્રહ્માના સીપીઆઈને મળતા તે બાબતે વિજયનગરના પીએસઆઈ એ.એન.ગઢવી તથા તેમના સ્ટાફે રાણી બોર્ડર પાસેથી પસાર થતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું દરમિયાન અહિથી પસાર થતી કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેને ઉભી રખાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ કારનો ચાલક ભાગી ગયો હતો જેથી પોલીસે તેનો પીછો કરતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં પીલ્લર સાથે ટકરાતા ટાયર ફૂટી ગયુ હતુ જેથી કારનો ચાલક ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૃા.૧,૦૩,૫૦૦ ની કિંમતની પાસ પરમિટ વિનાની વિવિધ માર્કાની અંદાજે ૩૩૭ બોટલ વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર તથા દારૃના જથ્થા સહિત અંદાજે રૃા.૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ભાગી ગયેલા કારના ચાલક વિરૃધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

(5:03 pm IST)