Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ગાંધીનગર નજીક વાવોલમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ત્રણ શકુનિઓને 61 હજારના મુદામાલ સાથે ઝડપ્યા

ગાંધીનગર:શહેર નજીક આવેલા વાવોલમાં ચાલતાં જુગારધામ ઉપર ગઈકાલે એલસીબીની ટીમે દરોડો કરી ત્રણ જણને ૬૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે સંચાલક ભાગી જવામાં સફળ રહયો હતો તો બીજી બાજુ સે-ર૪માં પણ એલસીબીની ટીમે દરોડો કરીને દસ હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા જે અંગે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

જેમાં દરોડો કરીને સંજયસિંહ ભીખાજી વાઘેલા રહે.પેથાપુર, સંદીપ ભાનુપ્રસાદ તપોધન રહે.પ૫૭/ર, સે-૩/સી અને કનુભાઈ હીરાભાઈ પટેલ રહે.વાવોલને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રકમ ૩૧૨૩૦, આંકડા લખવાની પેન, નોટબુક તેમજ મોબાઈલ મળી કુલ ૬૧ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તો આ વલ્લી મટકાનો જુગાર રમાડનાર મુખ્ય આરોપી કમલેશસિંહ ઉર્ફે કમાજી વરૃસિંહ ગોલ રહે.વાવોલ ભાગી જવામાં સફળ રહયો હતો.

આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો તો બીજી બાજુ સે-ર૪માં પણ એલસીબી ટીમે દરોડો પાડીને જુગાર રમતાં ભીમાભાઈ પશાભાઈ સોલંકી રહે. મકાન નં.પ૧૯, ઈન્દીરાનગર, સુરેશ નારણભાઈ પરમાર રહે.મકાન નં.ર૭૦ અને તૌફિક અબ્દુલભાઈ બેલીમ રહે.મકાન નં.૪૦૫ ઈન્દીરાનગર છાપરાને ઝડપી પાડી ૧૦૭૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે આ સંદર્ભે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(5:01 pm IST)