Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

પેટલાદ: ધર્મજ રોડ પર રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી બાઈક ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત: બે ઈજાગ્રસ્ત

પેટલાદ:તાલુકાના ધર્મજ રોડ ઉપર આવેલા ટેલરપુરા પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતુ એક બાઈક ઝાડ સાથે ભટકાતા એક યુવાનનુ ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે બેને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

 


પ્રાપ્ત વિગતો અનુસાર રંગાઈપુરા ખાતે રહેતા પરેશભાઈ બીકોમની પરીક્ષામાં પાસ થતાં તેણે મિત્રો સાથે ધર્મજ ચોકડીએ આવેલી કાઠીયાવાડી હોટલે જમવાનો પોગ્રામ ગોઠવ્યો હતો. જે અનુસાર ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે પરેશ, રંગાઈપુરાના સરપંચનો પુત્ર અજય તથા જીગ્નેશ બાઈક નંબર જીજે-૨૩, એઆર-૮૮૪ ઉપર સવાર થઈને ધર્મજ ચોકડીએ આવેલી કાઠીયાવાડી હોટલે ગયા હતા અને જમીને પરત ફરતા હતા ત્યારે બાઈક રોડ સાઈડના એક ઝાડ સાથે અથડાયું હતુ ેજમાં અજયને (ઉ. વ. ૨૩)માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. જ્યારે પરેશ અને જીગ્નેશને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરતાં સામેથી આવતા કોઈ વાહનની લાઈટથી અંજાઈ જતાં આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

 

(4:59 pm IST)