Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કપડવંજ રૂરલ પોલીસે બાતમીના આધારે અંતિસર પાંખિયા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા આઇસરની અટકાયત કરી 7.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજ:રૂરલ પોલીસે અંતિસર પાંખીયા રોડ પરથી આજે પરોઢીયે વિદેશી દારૂની હેરાફેરી કરતી આઈશર ઝડપી પાડી હતી. જ્યારે આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા આઈશર મળી કુલ રૂ. ૧૭,૯૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 


કપડવંજ રૂરલ પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં નિકળી હતી. આ દરમિયાન વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે અંતિસર પાંખીયા રોડ પર વાહનોનું ચેકિંગ કરતી હતી. ત્યારે મોડાસા તરફથી આવતી આઈશર નં. એમએચ ૪૬ એઈ ૭૬૭૭ નો ચાલક પોલીસને જોઈ ગાડી મુકી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો.

પોલીસે આ આઈશરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદાજુદા બ્રાન્ડની ૭૫૦ મીલીની કાચની બોટલો નં. ૧૯૫૭ કિંમત રૂ. ૭,૯૦,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તથા રૂપિયા ૧૦ લાખની આઈશર મળી કુલ રૂ. ૧૭,૯૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે રાજસિંહ શંકરસિંહની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:58 pm IST)