Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ખેડા તાલુકાના સાત તાણીયા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર

ખેડા:તાલુકાના સાત તાણીયા વિસ્તારમાં રોડની સાઈડમાં આવેલ તળાવડીમાં આજે સવારે લાશ તરતી જોવા મળી હતી. જેની જાણ થતાં લોકોના ટોળેટોળાં તળાવ ઉપર દોડી ગયાં હતાં.

 


બનાવની જાણ થતાં ખેડા ટાઉન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી. અજાણ્યો મૃતક યુવાન આશરે પચ્ચીસ વર્ષની ઉંમરનો તથા શરીરે આખી બાંયનું ભુરુ શર્ટ તથા ભુરા કલરનું પેન્ટ પહેરેલ છે. તેનો જમણા હાથ ઉપર અંગ્રેજીમાં વી.એમ તેમજ પંજા ઉપર તલવારનો ક્રોસ કોતરાવેલ છે.

અજાણ્યો યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો કે તળાવમાં પડી આપઘાત કર્યો...? તેમજ આ અજાણ્યો યુવાન કોણ છે...? તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. આ બનાવ અંગે ભાવિકભાઈ શૈલેષભાઈ પટેલે જાણ કરતાં ખેડા ટાઉન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(4:57 pm IST)