News of Friday, 12th January 2018

કુટુંબની જવાબદારી આવી પડતા વડોદરાના યુવાને ફાસો ખાધો

વડોદરા: શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, અમરાઇવાડીમાં સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા નિકુંજ ભગવતપ્રસાદ જોશીના પિતાનું ત્રણ દિવસ પહેલાં અવસાન થતા પોતે એકલો હોવાથી કુટુંબની જવાબદારી આવી પડતાં મનમાં લાગી આવતાં તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. ત્રણ દિવસના અંતરમાં પિતા-પુત્રના મોત થતાં આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

(4:55 pm IST)
  • મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો : હતાહતના કોઈ એહવાલો નથી. access_time 3:08 pm IST

  • શુક્રવારે બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપના ત્રીજા મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રમાય રહી છે. access_time 6:52 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 7:37 pm IST