Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

શિક્ષા પદવી સાથે હવે દિક્ષાનો સમન્વય સાધીને સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રદાન કરજોઃ જીટીયુમાં ઓ.પી.કોહલી - વિજયભાઇની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ

ગાંધીનગર : આજે રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ટેકનીલોજિકલ યુનિવર્સિટીના ૭માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઇએ કહ્યું કે, યુવા છાત્રોને શિક્ષા પદવી સાથે હવે દીક્ષાનો ઙ્ગસમનવ્ય સાધીને સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રદાન કરવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યુકે નયા ભારતના નિર્માણ માટે કમર કસવાનો અવસર આ યુવા છાત્રોને મળ્યો છે. નવા ઈનોવેશન્સ નવા આઈડિયાઝથી સમાજને સ્પર્શતી બેઝિક સમસ્યાઓનું સમાધાન ઉકેલ લાવવામાં યુવાનોએ ઉર્જીત કરેલા જ્ઞાનનો ઉપયોગ પણ કરવો આવશ્યક છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જોમ જુસ્સાથી થનગનતા યુવાનોને વિવેકાનંદ જયંતિ ની શુભકામનાઓ આપતા જે તક રાષ્ટ્ર સમાજ કાજે શ્રેષ્ઠ આપવાની મળી છે તે તક ઝડપી લઈ સિદ્ઘિની છલાંગ લગાવવાની પ્રેરણા આપી હતી.(૨૧.૨૯)

(4:06 pm IST)