Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

છોટા ઉદેપુરના યુવરાજને માર મારી પોલીસે ઉઠક-બેઠક કરાવી! મધરાત્રે કલેકટરને રજુઆત

રાજવી પરિવારના યુવરાજ રાત્રે ચાની લારી ઉપર મિત્રો સાથે બેઠા હતાઃ રાત્રે ૩ વાગે રાજા - રાણી ગ્રામજનો વિજય ખરાદીના નિવાસે પહોંચ્યાઃ પોલીસ નશામાં?

છોટાઉદેપુર સ્ટેટના રાજવી પરિવારના યુવરાજને પોલીસે માર મારીને ઉઠક બેઠક કરાવતા રાજવી પરિવાર ખફા થયો હતો અને મધરાત્રે પોલીસ સ્ટેશન, એસ પી કચેરીએ હોબાળો મચાવ્યો હતો, પોલીસ વિભાગ તરફથી કોઈ દાદ ન મળતા આખરે રાત્રીના ત્રણ વાગ્યે કલેકટરને આ અંગે રજુઆત કરી હતી.

 જાણવા મળતી વિગતો મુજબ પાવાગઢના પતઈ રાજાના વંશજ રાજવીઓએ વસાવેલુ ગામ એટ્લે છોટાઉદેપુરનો રાજવી પરિવાર અહિનાં પેલેસમા નિવાસ કરે છે ત્યારે છોટાઉદેપુરના હાલના રાજા જયપ્રતાપ સિંહના મુજબ પુત્ર ગત રાત્રીના નગરનાં પાવરહાઉસ ચાર રસ્તા ઉપર પોતાના મિત્રો સાથે ચા ની લારી ઉપર બેઠો હતો ત્યારે પેટ્રોલીંગ કરતી પોલીસની પી.સી.આર વાનમાં આવેલા પોલીસ જવાનોએ યુવરાજ સહિત તેના મિત્રો સાથે અસભ્ય વર્તન કરી પોલીસની ગાડીમા બેસાડી લઈ ગઈ હતી. બાદમાં પોલીસે તેમને માર મારી બસ સ્ટેંડ પાસે ઉતારી દધા હતા. સાથે જ પોલીસે તેમની પાસે ઉઠકૃબેઠકો પણ કરાવી હતી અને ત્યાર બાદ તેમને છોડી મકયા હતા.  આ ઘટનામાં યુવરાજનો કોઈ વાંક ન હોવા છતા પોલીસના આ અસભ્ય વર્તન અને માર મારવાને લઈ રોષે ભરાયેલ રાજવી પરિવાર મધરાત્રીના પોલીસ મથકે અને ત્યાર બાદ એસ.પી કચેરીએ પહોંચ્યો હતો જોકે એસ.પી કચેરીએ કોઈ પ્રતિસાદ ન મળતા રોષે ભરાયેલા રાજા અને રાણી કેટલાક ગ્રામજનો સાથે મોડી રાત્રે ત્રણ વાગે જિલ્લા કલેકટર વિજય ખરાદીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.અને રજુઆત કરી હતી

રાજવી પરિવારે એવો પણ આક્ષેપો કર્યો હતો કે પોલીસની પી.સી.આર જીપમાં આવેલા અને અસભ્ય વર્તન કરી માર મારનાર પોલીસ નશાની હાલતમા એટલેકે દારૂ પીધેલી હાલતમા હતી.(૪૦.૨)

(11:47 am IST)