Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ગુજરાતમાં નોટાને ર૪૬૬૭ મત મળ્યા

કુલ ૧૧,૩૯,૧૬૩ મતદારોએ મતદાન કરેલઃ ૮ બેઠકોમાં ૮૦ ઉમેદવારો હતા

રાજકોટ તા. ૧૧ :.. ગુજરાતના ૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું પરીણામ ગઇકાલે આવી ગયુ છે. ભાજપનાં વિજેતા ઉમેદવારોની લીડ પાંચ હજારથી માંડી ૬૦ હજાર સુધી રહી છે. રાજયમાં કુલ ર૪,૬૬૭ મતદારોએ નોટાને મત આપેલ. જયારે મતદારોને તમામ ઉમેદવારો પૈકી કોઇ ઉમેદવાર પસંદ ન હોય ત્યારે નન ઓબ્ધ એબવ (નોટા)નો વિકલ્પ પસંદ કરી શકે છે.

અબડાસામાં ર૯૬૦, લીંબડીમાં ૩૬૪૭, મોરબી ર૮૮૬, ધારીમાં ર૩૬ર, ગઢડામાં ૩૦પ૪, કણજણમાં રર૯૯ તથા ડાંગમાં ર૯૩૯, અને કપરાડા વિધાનસભામાં ૪પર૦ સહિત કુલ રાજયમાં ર૪,૬૬૭ મત નોટાને મળ્યા છે.

(3:14 pm IST)