Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રૂપિયા 4.12 કરોડના ખર્ચે નિર્મિત નાની ઇસરોલ-ભાટકોટા વચ્ચે મેશ્વો નદી ઉપરના બે જિલ્લાને જોડતા પુલનું લોકાર્પણ

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ:અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના બે મુખ્ય મથકો સહિત બન્ને જિલ્લાઓના ૧૦૦થી વધુ ગામોને જોડતો રૂ.૪.૧૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ   મેશ્વો નદી ઉપર નાની ઇસરોલ-ભાટકોટા પાસેના પુલનું આજરોજ મેઢાણ જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન પરમાર અને તથા કું જીગીશા રબારી ના વરદ હસ્તે કુમકુમ તિલક સાથે શ્રીફળ વધેરી આ પુલનું આજરોજ  લોકાર્પંણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ  અગ્રણી  પ્રભુદાસભાઇ પટેલ, મોડાસા વિધાનસભા ના આગેવાન ભીખુસિંહ પરમાર, મોડાસા તાલુકા સંગઠન મહામંત્રી રમેશભાઇ પટેલ, અંકીતભાઇ પટેલ, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ  બીપીનભાઇ પટેલ અનું. મોરચા પ્રમુખ દીનેશભાઇ પરમાર, અરવલ્લી જિલ્લા ઠાકોર સમાજ પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોર, ચિરાગ ગોસ્વામિ,મહેશભાઇ બારોટ તથા ભાજપા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

 આ પુલ લોકોને સામાજિક અને અન્ય કામો માટે આ  આશીર્વાદરૂપ બનશે  તેમ જણાવી જિલ્લા સદસ્યા કમળાબેન પરમારે આ વિસ્તારને બે જિલ્લા સાથે જોડતા આ પુલ માટે રૂ.4.12 કરોડની માતબર રકમ ફાળવવા બદલ આ વિસ્તારની જનતા વતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો અને જિલ્લા સનગઠન પ્રમુખ  રણવીરસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠન ટીમનો આભાર માન્યો હતો.

(6:40 pm IST)