Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અરવલ્લીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઝરડા ગામે સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે નેતૃત્વ અને પોષણ વિષયક તાલીમ હાથ ધરવામાં આવી.

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસની કામગીરી સાથે સાથે  પોતાના કાર્ય વિસ્તારના ગામોમાં સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે જોડાઈ સરકારશ્રીના મહિલા સશક્તિકરણ કાર્યક્રમને વેગ આપવામાં માટે છેલ્લા ઘણા સમયથી પ્રસંશનીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

        તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મેઘરજ તાલુકાના ઝરડા ગામમાં મહાદેવ મંદિરના પટાંગણમાં  13 સ્વ સહાય જૂથના સક્રિય આગેવાનો સાથે મહિલા નેતૃત્વ વિષયક તાલીમ હાથ ધરવામાં આવી,તાલીમમાં સહભાગી મહિલાઓને રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરી અને ગ્રામ વિકાસમાં મહિલા નેતૃત્વનું મહત્વ અંગે  ઉંડાણપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી,ઉપરાંત તાલીમાર્થી મહિલાઓને સક્રિય આગેવાન તરીકે ગ્રામવિકાસમાં પોતાની ભૂમિકાનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સ્વ સહાય જૂથ દ્વારા મહિલા સંગઠન પર ભાર મૂકી સ્વ સહાય જૂથના પ્લેટફોર્મ દ્વારા મહિલાઓનો  સામાજિક અને આર્થિક વિકાસ વિકાસ કઈ રીતે થાય છે તેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી તાલીમમાં વર્તમાન સમયમાં પોષણમાસને ધ્યાનમાં રાખી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ન્યુટ્રિશન નિષ્ણાંત ડો પ્રીતિબેન દવે દ્વારા ઓન લાઈન  પોષણ વિષયક માહિતી આપવામાં આવી હતી જેમાં ગ્રામીણ લેવલે મહિલાઓના  તંદુરસ્તી વિષયક સમસ્યાઓના નિરાકરણ માટે વિવિધ પૌષ્ટિક આહાર મારફતે કુપોષણને દૂર કરવા અંગે સમજ આપવામાં આવી હતી સાથે સાથે ધાત્રી, સગર્ભા, તેમજ કિશોરી મહિલાઓને  કેવા પ્રકારના પોષણયુક્ત આહાર લેવા જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તાલીમમાં આઈ. સી.ડી.એક્સ. વિભાગના પ્રતિનિધિઓ હાજર રહી પોષણ વિષયક માર્ગદર્શનની સાથે સાથે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

તાલીમના હોય અંતે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા સહભાગી તાલીમાર્થીઓને આજની તાલીમમાં જે કાંઈ સમજ મેળવવામાં આવી હતી તેની પોત પોતાના જૂથોમાં મિટીગ કરી સમજ આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

(6:40 pm IST)