Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વિરમગામ ખાતે જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના' યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાજ્યના લાખો ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસની હરણફાળ માટે ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના' યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોન્ચીંગ કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના  અને  કિસાન પરિવહન યોજનાનો વિડિઓ કોન્ફેરન્સ દ્વારા  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં જાગૃતિબેન પંડ્યાના હસ્તે  ખેડૂતો ને સહાય માટેના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, નવદિપભાઇ ડોડીયા, કિરીટસિંહ ગોહિલ, નરેશભાઇ શાહ, લક્ષ્મણસિંહ મોરી, પ્રમોદભાઇ પટેલ, મફાભાઇ ભરવાડ, દિપકભાઇ પટેલ, નિલેશભાઇ ચૌહાણ, રમેશભાઇ કોળીપટેલ, હિતેશભાઇ મુનસરા, મનજીભાઈ સેનવા, ભગવાનદાસ પટેલ, કાન્તિભાઇ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
        વિરમગામના પર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલે જણાવ્યુ હતુ કે, "સાત પગલાં ખેડૂત કલ્યાણના" અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા (1) મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના  અને (2) કિસાન પરિવહન યોજનાનો વિડિઓ કોન્ફેરન્સથી શુભારંભ કરવામાં આવ્યો હતો. વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ જાગૃતિબેન પંડ્યા (ચેરમેન શ્રી બાળ આયોગ)ના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો અને  ખેડૂતો ને સહાય માટેના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આગેવાનો, કાર્યકર્તાઓ, ખેડૂતો, અધિકારીઓ અને મીડિયાના મિત્રો,ની ઉપસ્થિતીમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખી, સોસિયલ ડિસ્ટન્સ રાખી ને કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાર્યક્રમમાં આવનાર ખેડૂતો સહિત આગેવાનોનુ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપવામાં આવ્યુ હતુ.

(6:42 pm IST)