Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કવિ દાદનો આજે જન્મદિવસ : પરિમલ નથવાણીએ શુભેચ્છા પાઠવી

આંધ્રના રાજય સભાના સાંસદ અને  રિલાયન્સના વરિષ્ઠ શ્રી પરિમલભાઈ નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે સુપ્રસિદ્ઘ લોકસાહિત્યકાર  શ્રી દાદુદાન ગઢવી – કવિ દાદ – પોતાની લોકપ્રિય રચનાઓથી ગુજરાતી લોકસાહિત્યમાં પોતાનું નામ અમર કરનારા સાહિત્યકારને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે સાદર વંદન પ્રસ્તુત છે.. તેમણે ટ્વિટર હેન્ડલ ઉપર ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયક શ્રી કિર્તીદાન ગઢવીના સ્વરે કવિ દાદે કરેલી માં મોગલની પ્રાર્થના પણ મૂકી છે.

(5:31 pm IST)