Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ફર્સ સાફ કરવાનું પોતુ ગૂમ થતા સુરત પોલીસે કાયદેસર ફરીયાદ નોંધીઃ જાણવા જેવી કથા

કોણ કહે છે કે, પોલીસ ફરીયાદો નોંધતી નથી ? મામુલી ફરીયાદો પણ લેવાય છે : ૧૫૦ રૂ.ની કિંમતનું પોતુ ગુમ થતા મૂળ ઉના તાલુકાના વતની જનકભાઇ ફરીયાદી બન્યા

રાજકોટ, તા., ૧૧: સુરતના સરથાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧ર૭૮/ર૦ર૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ  એક અજબ ગજબ અને ગુજરાતમાં કે દેશમાં ભાગ્યે જ કયાંય નોંધાઇ હોય તેવી ફરીયાદ નોંધતા રાજયભરના પોલીસ તંત્રમાં આ ફરીયાદ ખુબ જ ચર્ચાસ્પદ બની છે.

સામાન્ય રીતે લોકોની એવી ફરીયાદ હોય છે કે ટુ વ્હીલરો, સાયકલો, મોબાઇલો જેવી વસ્તુઓ સાથે ઘણી વખત તો ચોક્કસ હેતુથી દુષ્કર્મ જેવા આરોપોની ફરીયાદો નોંધવામાં પોલીસ ઠાગાઠૈયા કરતી હોય છે.  પરંતુ સરથાણા પોલીસે મૂળ ગીર સોમનાથ જીલ્લા તથા તાલુકા ઉનાના ઉમેજ ગામના  હાલ સુરતમાં રહી હીરા દલાલી કરતા સૌરાષ્ટ્ર પેલેસ વાળા જનકભાઇ ભાલાળાની ઓફીસ બહાર કાચના પાટીશન પાસે બહાર મુકેલ દંડાવાળુ રૂ. ૧૫૦ની કિંમતનું પોતુ કોઇ ઇસમ ચોરી જતા તેઓએ ચોરીની ફરીયાદ નોંધાવી છે.

તેઓની ફરીયાદ કાયદેસર રીતે નોંધી  પીએસઆઇ પી.એમ.હઠીલા દ્વારા તપાસ પણ ચલાવાઇ રહી છે. આમ નવતર પ્રકારની ઘટના અંગે ભારે રસપ્રદ ચર્ચા સાથે રમુજ પ્રસરી છે.

(12:05 pm IST)