Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગુજરાતના ગોલ્ડન બોય હરમિત દેસાઈને તિરંગો અર્પણ કરી સન્માનિત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

પોતાના ઘર પર તિરંગો ફરકાવીને હરમીત દ્વારા ગોલ્ડ મેડલ તિરંગાને સમર્પિત કર્યો એ મારા માટે ખૂબ ભાવુક ક્ષણો હતી;ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી: આઝાદીના અમૃત કાળમાં વિશ્વ કક્ષાએ ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન:કોમનવેલ્થ ગોલ્ડ મેડલ માત્ર એક સુવર્ણ પડાવ છે, હરમિત પાસેથી "યે દિલ માંગે મોર" :હર્ષ સંઘવી:ગુજરાતની રક્ષાની જવાબદારી જેમની છે આવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સુરત ખાતે નર્સિંગ સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બહેનોએ રક્ષાસુત્ર બાંધ્યું

અમદાવાદ :સમગ્ર દેશ આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ ઉજવી રહ્યું છે ત્યારે આ વખતની રક્ષાબંધન જરા વિશેષ છે રક્ષાબંધનની સાથે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો બીજી તરફ દેશ માટે અનેક ગૌરવની ક્ષણ આપનાર આપણા કોમનવેલ્થ ગેમ્સના રમતવીરો ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભારતને ગૌરવ અપાવી દેશમાં પરત ફરી રહ્યા છે અને સમગ્ર દેશ તેમનું ગર્વ અને આનંદ સાથે સ્વાગત કરી રહ્યું છે.

આ તકે કોમનવેલ્થ ગેમ્સની ટેબલ ટેનિસ ટીમ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ટેબલટેનિસ કે ટીમના સદસ્ય સુરતના રહેવાસી હરમિત દેસાઈ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવી સુરત પરત ફર્યા હતા. સુરતના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાતના સૌથી યુવા ગૃહરાજ્યમંત્રી તેમ જ રમતગમત અને યુવા સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ હરમિત દેસાઈ ના ઘરે જઈ તેના અભિનંદન પાઠવ્યા હતા. ગોલ્ડ મેડલ મેળવનાર હરમિત દેસાઈએ બર્મિંગહામની ધરતી ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉન્નત કર્યો હતો ત્યારે ગૃહ મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં હરમિતના ઘરે તેના સન્માનમાં તિરંગો અર્પણ કરી તેના ઘરે શાનથી તિરંગો લેહરાવ્યો હતો અને હરમિતે આ ગોલ્ડ મેડલ તિરંગાને સમર્પિત કર્યો હતો. હરમીતની જીતને  હર્ષ સંઘવી અને હરમિતના પરિવારે આઈસ્ક્રીમ થી મોઢું મીઠું કરી વધાવી હતી. આ તકે હર્ષ  સંઘવીએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ગુજરાત હવે પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે ભાવિના પટેલ કે   હરમિત જેવા અનેક ખેલાડીઓ ગુજરાત અને દેશનું નામ વિશ્વકક્ષાએ રોશન કરવા સક્ષમ બની રહ્યા છે .
કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ માટે હરમિત દેસાઈ અને  સમગ્ર પરિવારને સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા. અને કહ્યું હતું કે આ મેડલનો આનંદ છે જ પણ યે દિલ માંગે મોર.
રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી હર્ષ સંઘવી પોતાના મત ક્ષેત્ર સુરત ખાતે હાજર રહ્યા હતા. ગુજરાતની સુરક્ષાની જવાબદારી જેમના શીરે છે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની  સિટીલાઈટ  ખાતેની ઓફીસ પર સુરત સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના બહેનોએ રક્ષાસુત્ર બાંધીને ગુજરાતની તમામ બહેનો વતી સુરક્ષાનું વચન માગ્યું હતું. તો સુરત ભારતીય જનતા પાર્ટીના બહેનો એ પણ હર્ષ સંઘવીને રાખડી બાંધી હતી. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાખડી અર્પણ કરનાર તમામ બહેનોને તિરંગાની ભેટ આપી હતી.સંઘવી રાખડી બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.  આ તકે હર્ષ સંઘવીએ રક્ષાસુત્ર બદલ નર્સિંગ સ્ટાફ અને ભાજપાની બહેનોનો આભાર વ્યક્ત કરી, વડાપ્રધાન મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા સૌને અપીલ કરી હતી.

 

(7:28 pm IST)