Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગુજરાતમાં ખાસ ડ્રોન તાલીમ સેન્‍ટર ઉભુ કરવા નિર્ણયઃ આશિષ ભાટિયા

ગાંધીનગર પાસેના કરાઇની પસંદગી, અધિકારીઓ અને નિષ્‍ણાત સ્‍ટાફ દિલ્‍હીમાં સ્‍પેશ્‍યલ ટ્રેનીંગ મેળવશેઃ મુખ્‍ય પોલીસ વડા સાથે અકિલાની વાતચીત : વીવીઆઈપી સિકયોરિટી. રથ યાત્રા જેવા મોટા બંદોબસ્‍ત સમયે સર્વલન્‍સ વધારવા સાથે દારૂની ભઠ્ઠીઓ પકડવા માટે પણ ખૂબ ઉપયોગી પુરવાર થશે : માત્ર પોલીસ જ નહિ વિવિધ સરકારી વિભાગો માટે ઉપયોગી એવી આ નવી પોલિસી ૬ માસમાં અમલી બને તે માટે ગાંધીનગર કટિબદ્ધ, ગેર કાયદે ખનન પર પણ હવે ડોન દ્વારા બાજ નજર : મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ દ્વારા કે.કેલાશનાથાંજી, પંકજ કુમાર અને રાજકુમાર વિગેરેની ઉપસ્‍થિતિમાં લોન્‍ચીંગ સાથે ડ્રોનની ધાર તેજ કરવામાં આવી

રાજકોટ, તા.૧૧:  પોલીસ વિભાગ સહિત રાજ્‍યના વિવિધ વિભાગોમાં ડ્રોન સર્વેલન્‍સનો પદ્ધતિસર અને તાલીમબદ્ધ ઉપયોગ કરી શકાય તે માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ સરકારી વિભાગ માટે ડ્રોન પોલિસી મુખ્‍યમંત્રીશ્રીના પ્રિન્‍સિપલ  સેક્રેટરી કે.કૈલાશનાથન, ચીફ સેક્રેટરી પંકજ કુમાર , મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને એડિશનલ ચીફ સેક્રેટરી રાજકુમારની ઉપસ્‍થિતિમાં અમલમાં મુકતી જાહેરાત કર્યા પગલે પગલે કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવા , દારૂબંધી નીતિનો કડક અમલ માટે ડ્રોન ઉપયોગ સહિતનો મહત્‍વનો સમાવેશ હોવાથી રાજ્‍યના મુખ્‍ય અને અનુભવી પોલીસ વડા આશિષ ભાટિયાનો સંપર્ક કરતા તેઓએ ‘અકિલા' સાથેની વાતચીતમાં નવી પોલિસી ખૂબ અસરકારક અને માત્ર પોલીસ જ નહિ તમામ વિભાગને ઉપયોગી બને તેવી હોવાનું જણાવેલ.   

 ગાંધીનગરના કરાઇ ખાતે ખાસ ડ્રોન તાલીમ સેન્‍ટર ઉભુ કરવામાં આવશે , આ માટે નિષ્‍ણાત સ્‍ટાફને દિલ્‍હી તાલીમ માટે મોકલી તેઓ તાલીમબધ્‍ધ થયે બીજા સ્‍ટાફને પણ તાલીમ આપી શકે તેવા કાબિલ બનાવવામાં આવશે.                                          

પોલીસ તંત્ર માટે વાત કરીએ તો હાલમાં ૧૫ ડ્રોન વીઆઈપી સલામતી સમયે ઉપયોગમાં લેવામાં આવે છે, ડ્રોનના ઉપયોગ દ્વારા પ્રવર્તમાન સંજોજોમાં દરિયાઇ સુરક્ષા,  રથયાત્રા જેવા મોટા બંદોબસ્‍તની સાથે સાથે રાજ્‍ય સરકાર દ્વારા દારૂબંધી માટે જે કડક કાયદા બનાવાયા છે તેના અસરકારક અમલ માટે પોલીસ દ્વારા દારૂની ભઠ્ઠીઓ પકડવા માટે તાલીમ બધ્‍ધ સ્‍ટાફ ખૂબ ઉપયોગી થશે, પ્રવર્તમાન સંજાોેમાં ડ્રોન સરવેલન્‍સ વિસ્‍તરી દેવામાં આવશે.          

 ગેરકાયદે ખનન જેવી પ્રવળત્તિઓ પણ કંટ્રોલમાં રાખવા રાજ્‍ય સરકાર અને  ઉચ્‍ચ અધિકારીઓ કટિબદ્ધ હોવાથી  આગામી ૬ માસમાં નવી પોલીસીનો અમલ તબક્કવાર કરવામાં આવશે અને જેનો ખૂબ મોટો લાભ વ્‍યવસ્‍થા જાળવવા મળશે.

(10:56 am IST)