Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જીયોરપાટી ગામ પાસે એક સખ્સ પર જીવલેણ હુમલો કરનાર SRP જવાનને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામ નજીક મોટરસાઇકલ પર જતા એક શખ્સ પર જીવલેણ હુમલો કરનાર SRP જવાનને કોર્ટે સાત વર્ષની સજા નો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે

સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદાન જીલ્લાના સેશન્સ કોર્ટમાં આજે ચાલી ગયેલા જીવલેણ હુમલાના કેસમાં ગીરીશભાઈ ઉર્ફે બુધીયો અંબાલાલ બારીયા રહે.મોરીયા, તા. તિલકવાડા , જી.નર્મદા ને અદાલતે સાત વર્ષની સજાનો હુકમ કર્યો હતો
જેમાં ઘટનાનાં દિવસની હકીકત મુજબ સુરેશભાઈ કાંતીભાઈ બારીયાના પિતાજીની મોરીયા ગામે વડીલોપાર્જીત સહીયારી મકાનની મિલ્કત આવેલ હોય જે મિલ્કતમાં સુરેશભાઈનાઓ તેમના પિતાના ભાગની માંગણી ગીરીશ ઉર્ફે બુધીયો અંબાલાલ બારીયાનાઓ પાસે તથા તેની માતા ધર્મિષ્ઠાબેન પાસે કરતાં હોઈ સુરેશભાઈને મકાનમાં ભાગ લેવા માટે ખોટી ચઢામણી કરે છે . તેવો વહેમ રાખી ગીરીશભાઈ બારીયા ભાવસંગભાઈ મનસુખભાઇ બારીયા જીયોરપાટીથી સોંઢલીયા તરફ જતાં રોડ ઉપર મોટર સાયકલ લઈને પોતાના ઘરે ટંકારી ગામે જતા હતાં તે વખતે ગિરીશ બારીયા એ પોતાની બાઈક ઉપર આવી ભાવસંગ ભાઈને માથાના પાછળના ભાગે લોખંડની પાઈપનો ફટકો મારી રોડ ઉપર પાડી દઈ પથ્થર વડે માથામાં બે વાર મારી જીવલેણ ઈજાઓ કરી તેમજ ગળુ દબાવી જાનથી મારીનાંખવાની કોશિષ કરી હોય ભાવસંગભાઈ નાં પક્ષ તરફથી સરકારી વકીલ જે.જે.ગોહીલની તમામ દલીલોને ઘ્યાને લઈ SRP જવાન ગિરીશ બારીયા ને કોર્ટે કલમ ૩૦૭ માં ૭ વર્ષની કેદની સજા તથા રૂ .૫૦૦૦ / – નો દંડ તથા કલમ ૫૦૪ માં ૧ વર્ષની સજા તથા રૂ .૨૦૦૦ / – નો દંડનો હુકમ કર્યો છે .

(12:26 am IST)