Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા: ઝડપાયેલા તુષાર મેરના 6 દિવસના રિમાન્ડ મંજૂર

પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તુષાર મેરને કોર્ટમાં રજુ કરાતા દિવસના રિમાન્ડ મંજુર કર્યા

અમદાવાદ : હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ગુજરાતના બહુચર્ચિત હેડ ક્લાર્ક પેપર લિંક મામલે છ માસથી પોલીસ તપાસ હજુ યથાવત્ રહી છે. ત્યારે ગતરોજ પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેને આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પ્રાંતિજ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે દ્વારા 16મી તારીખ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે. સાથોસાથ સાબરકાંઠાના જિલ્લા પોલીસ દ્વારા હેડ ક્લાર્ક પેપર કૌભાંડમાં હજુ પણ છેવાડાના આરોપી સુધી પહોંચવા માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

જોકે કોર્ટે દ્વારા 6 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં 54 જેટલા આરોપીઓના નામ જાહેર થઈ ચૂક્યા છે. જે પૈકી 36 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 27 જેટલા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, તેમ જ હજુ કેટલાક આરોપીઓ જેલના સળિયા પાછળ છે તેવા સંજોગો ગતરોજ જ તુષાર મેરના વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જોકે આગામી સમયમાં સૌરાષ્ટ્ર લોબીમાંથી પણ વધુ નામ ખૂલવાની સંભાવના છે, ત્યારે આગામી સમયમાં આરોપી તરીકે ઝડપાયેલા તુષાર મેર પાસેથી પણ મોટા નામ ખૂલવાની સંભાવના રહેલી છે.

(12:37 am IST)