Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નર્મદા જિલ્લામાં ખાનગી શાળાઓ હવે મટિરિયલ મુદ્દે લૂંટ નહી ચલાવી શકે : દંડ સહિત અન્ય જોગવાઈ લાગુ થતાં વાલીઓને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં નવા નિયમ લાગુ કર્યા મુજબ ઉંચી ફી ચુકવ્યા બાદ પણ ખાનગી શાળાઓ લૂંટ બંધ નથી થતી જેમાં ડ્રેસ , સ્ટેશનનરી , બુટ અને અન્ય ઘણી જરૂરી સામગ્રી શાળાઓ કોઇ ચોક્કસ દુકાનોમાંથી જ લેવા માટેનો આગ્રહ રાખતા હતા . જેના કારણે આ દુકાનદારો પણ વાલીની મજબુરી સમજીને કોઇ પણ વસ્તુનાં બે કે ત્રણ ગણા ભાવ વસુલતી હોય તેવા સમયે હવે સરકાર દ્વારા આ અંગે પણ નિયમન લાવી દેવામાં આવ્યું છે જેમાં ફી મુદ્દેખાનગી શાળાઓ પર ગાળીયો કસ્યા બાદ સરકારે હવે ખાનગી શાળાઓ જે પાછળના દરવાજેથી કમાણી કરે છે તેના પર પણ લગામ લગાવી દીધી છે . જો આવું કરતા શાળા ઝડપાશે તો દંડની જોગવાઇ પણ કરી છે જેમાં 10 હજાર થી 25 હજાર રૂપિયા દંડ અને તેમ છતાં આવી કોઈ શાળા નિયમનું પાલન નહિ કરે તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.
આ બાબતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ ટેલીફોનીક વાતમાં જણાવ્યું કે હા હવે નવા નિયમ મુજબ કોઈપણ ખાનગી શાળાઓ વાલીઓને બળજબરી નહિ કરી શકે અને આવા કિસ્સામાં દંડ સહિતના કડક નિયમ લાગુ કરાયા હોય માટે દરેક ખાનગી શાળાઓ એ આ નિયમનું પાલન કરવું પડશે જોકે આપણા જિલ્લામાં આવું લગભગ કોઈ શાળા માં બનતું નથી છતાં કોઈની ફરિયાદ હશે તો પગલાં લેવાશે.

(11:00 pm IST)