Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

હિંમતનગરમાં જનેતા સગીરપુત્રી પાસે દેહવ્‍યાપર કરાવતીઃ ર૦ લોકો સામે ફરીયાદઃ માતા અને પ્રેમીને ઝડપી પાડતી પોલીસ

સગીરાને બાર લાખ રૂપિયામાં મધ્‍યપ્રદેશના રતલામમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા.

હિંમતનગર તા.૧૧ : હિંમતનગરમા જનેતા તેના પ્રેમી સાથે મળી પોતાની સગીરપુત્રી પાસે દેહવ્‍યાપર કરાવની હોવાની ઘટના સામે આવી છે. સગીરપુત્રીએ ફરીયાદમાં જણાવ્‍યું કે જુદા જુદા ર૦ જેટલા લોકોનો તેણી ભોગ બની છે અને માતા પોતાને ૧ર લાખ રૂપિયામાં મધ્‍યપ્રદેશના રતલામમાં વેચવાની યોજના બનાવી રહી છે. પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છ.ે

શહેરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તેની માતા અને પ્રેમી સહિત ૨૦ સામે દુષ્કર્મીઓની ફરિયાદ નોધાવી છે. ત્યારે પોલીસે પણ માતા અને પ્રેમી સાથે ત્રણ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં સગીરા સાથે છેલ્લા ૨ વર્ષથી દુષ્કર્મ આચરનાર ૨૦ લોકો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સગીરા પાસે તેની માતા દેહવ્યાપાર કરાવતી હોવાની સગીર દીકરીએ ફરિયાદ નોંધાવી છે. સાથે જ બે હજાર રૂપિયામાં તેની માતાને આપી ભોગ બનનાર સગીરા સાથે ૧૩ આરોપીઓએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ફરિયાદી સગીર દીકરીને બાર લાખ રૂપિયામાં મધ્યપ્રદેશ રતલામમાં તેને વેચી દેવાની પણ તૈયારી કરી હતી.જો કે પુખ્ત વયની થાય ત્યારે વેચવાની વાત બહાર આવી હતી. ૨૦ આરોપીઓ પૈકી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે. જેમાં ફરિયાદી સગીરની માતા, માતાનો પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે એક આરોપીને સબજેલ મોકલી આપ્યો હતો. તો બીજો આરોપી માતાનો પ્રેમી છે એને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સાથે માતાને કોર્ટમાં રજુ કરી દિન ૧૨ ના રિમાન્ડ માગતા કોર્ટે દિન એકના રિમાન્ડ મંજુર કર્યા છે. હાલમાં માતા અને માતાનો પ્રેમી બંને રિમાન્ડ પર છે. ત્યારે હવે પોલીસ પણ ફરિયાદને લઈને આરોપીઓની પૂછપરછ શરુ કરી છે.  ફરિયાદીને સાથે રાખી ફરિયાદ મુજબના જગ્યાઓની તપાસ કરી પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બાકીના આરોપીઓને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે. 

(6:10 pm IST)