Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

૧૨ વર્ષની બાળાએ ૧૨,૫૦૦ ફુટની ઉંચાઈવાળા શિખર સર કર્યો! : ટેણકીએ સૌથી નાની ઉમરમાં શિખર સર કરી વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો

અમદાવાદની બાળાએ ગુજરાત સહિત દેશનુ નામ રોશન કર્યુ : ૧૨,૫૦૦ ફુટનુ અંતર બાળાએ માત્ર ૧૧ કલાક જેટલા રેકોર્ડ સમયમાં પુર્ણ કર્યુ

અમદાવાદ તા.૧૧ : અમદાવાદની એક ૧૨ વર્ષિય તવિશી વ્‍યાસ નામની બાળાએ તે કરી બતાવ્‍યુ કે જે ભલભલા યુવાનો પણ નથી કરી શકતા. ૧૨ વર્ષની આ ટેણકીએ માત્ર ૧૧ કલાકમાં ૧૨,૫૦૦ ફુટની ઉંચાયવાળા કેદારકાંઠા શિખરને સર કરી એક નવો વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો છે. સમાન્‍ય રીતે યુવાનો કેદારનાથ જાય છે. ત્‍યારે કેદારનાથ મંદિર સુધી પહોચતા પહોચતા હાફિ જાય છે. પરંતુ આ ૧૨ વર્ષની બાળાએ તો શિખરને જ નીચે નમાવી દીધો છે.

કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિ કદાચ તમે સાંભળી હોય કે નહી પરંતુ જ્યારે આ વાંચશો ત્યારે તમને પંક્તિતો યાદ રહી જ જશે સાથે સાથે આ 12 વર્ષની ટેણકીને સલામ કરવાનું મન થશે. અમદાવાદની એક ખાનગી શાળામાં  અભ્યાસ કરતી તવિશી વ્યાસ નામની ટેણકીએ હાલમાં જ 12,500 ફુટ ઉંચાઇવાળા કેદારકાંઠા શિખરને નીચે નમાવી દીધો હતો. આ સાથે જ તે સૌથી નાની વયની માઉન્ટેયર બનીને વર્લ્ડ રેકોર્ડ પોતાને હાથ કર્યો છે.

અમદાવાદ : કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિ કદાચ તમે સાંભળી હોય કે નહી પરંતુ જ્યારે આ વાંચશો ત્યારે તમને પંક્તિતો યાદ રહી જ જશે સાથે સાથે આ 12 વર્ષની ટેણકીને સલામ કરવાનું મન થશે. અમદાવાદની એક ખાનગી શાળામાં  અભ્યાસ કરતી તવિશી વ્યાસ નામની ટેણકીએ હાલમાં જ 12,500 ફુટ ઉંચાઇવાળા કેદારકાંઠા શિખરને નીચે નમાવી દીધો હતો. આ સાથે જ તે સૌથી નાની વયની માઉન્ટેયર બનીને વર્લ્ડ રેકોર્ડ પોતાને હાથ કર્યો છે. હાલમાં કેદારનાથ જવા માટે લોકો તથા યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આ ટેણકીએ કંઇક નવો જ ચીલો ચાતર્યો છે. જો કે જે યુવાનો કેદારનાથ જાય છે તેઓ કેદારનાથ મંદિર સુધી પહોંચતા પહોંચતા હાંફી જતા હોય છે અને બિમાર પણ પડી જતા હોય છે તેવામાં 12 વર્ષની તવિશી પોતાની ઉંમર જેટલા હજાર ફુટની ઉંચાઇ સર કરી છે. આટલું જ નહી આ અંતર પણ તેણે 11 કલાક જેટલા રેકોર્ડ સમયમાં ટોચ પર પહોંચી ગઇ હતી. એક વખત તવિશીએ પોતાના માતા પિતાને બરફવાળા સ્થળો તેમને પસંદ હોવાનું જણાવ્યું હતું. જેથી તેના માતા પિતાએ તેને કુલુ મનાલી શિમલા લઇ જવાના બદલે શોખને એડવેન્ચર સાથે જોડીને ટ્રેકિંગ કરાવવાનું નક્કી કર્યું હતું. જો કે આ સફર તેમની સરળ જરા પણ નહોતી રહી. કેદારકાંઠામાં ખુબ જ જોખમી અને ઘાતક સીધુ ચઢાણ છે. ધણી જગ્યાએ તો એક ખોટું ડગલું અને જીવ જોખમાઇ શકે છે. નોંધનીય છે કે, અહીં પાછો બરફ પણ એટલો કડક હોય છે કે કુહાડી બેસાડવામાં ખુબ જ મહેનત પડે છે. આ ઉપરાંત પાતળી હવાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ ઉપરાંત અમુક સ્થળે એટલો બરફ કે કમર સુધી બરફમાં ખુંચી જવાય છે. તેમાંથી બહાર નિકળવામાં ખુબ જ શ્રમ પડે છે. જેના કારણે પાતળી હવા અને તેમાં શ્વાસ ચડે તો ખુબ જ સમસ્યા સર્જાય છે. જો કે તવિશીએ હાર માનવામાં બદલે લડત ચાલુ રાખી અને સૂંઠ, ગંઠોડાની ગોળી અને ગરમ પાણી ઉપરાંત નિયમિત સાયકલિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીની મદદથી શિખરને સર કર્યો હતો. આ સાથે જ તવિશી નાની ઉંમરમાં કેદારકાંઠા સરક કરનાર સૌથી યુવા છોકરી બની ચુકી હતી.

(5:44 pm IST)