Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઔદ્યોગિક કામદારો માટે જુની પેન્‍શન યોજના શરૂ કરવા અને લઘુતમ પેન્‍શન પ હજાર કરવા માંગ

પેન્‍શનર્સ એસો.ની સાધારણ સભામાં હસુભાઇ દવેની વિસ્‍તૃત છણાવટ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત સિનિયર સીટીઝન એન્‍ડ પેન્‍શનર્સ એસોસેિઅશન (બીએમએસ) ની અડાલજ, અમદાવાદ ખાતે મળેલ પ્રથમ સાધારણ સભામાં વરિષ્‍ઠ નાગરિક પરિસંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હસુભાઇ દવે, ભારતીય મઝદૂર સંઘના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, મહામંત્રી વી.પી. પરમાર, ભરતભાઇ પરમાર વગેરે હાજર રહેલ હતા. ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી પેન્‍શનર્સને અને વડીલો હાજર રહ્યા હતા.

આ સાધારણ સભામાં અધ્‍યક્ષીય ભાષણમાં યુ.આર. માંકડ તથા મહામંત્રી ભીખાભાઇ ગોહિલે કામગીરીનો અહેવાલ આપેલ હતો.

આ સાધારણ સભામાં ભારતીય મઝૂર સંઘના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તથા વરિષ્‍ઠ નાગરિક પરિસંઘના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ હસુભાઇ દવેએ પેન્‍શનરો વરિષ્‍ઠ નાગરિકો વગેરેની હાલની પસ્‍થિતિ અને સમસ્‍યાઓ અંગે વિસ્‍તૃત છણાંવટ કરી કેન્‍દ્ર સરકાર પાસે માંગણી કરેલ છે. જેની પેન્‍શન યોજના શરૂ કરો. ઇપીએફના પેન્‍શનર્સ ને લઘુતમ પેન્‍શન રૂા. પ૦૦૦, મોંઘવારી ભથ્‍થુ સાથે જોડવું અને મેડિકલ સહાય આપવી ઘણી જ જરૂરી બને છે. સુપ્રીમ કોર્ટમાં પેન્‍શન અંગેના કેસમાં તાત્‍કાલિક સુનવણી કરવા યોગ્‍ય પગલા ભરવા અનુરોધ કરેલ છે.

આ ઉપરાંત સહદેવસિંહ જાડેજા વી.પી. પરમાર તથા વી.કે. પટેલે માર્ગદર્શન આપી અત્‍યારથી મોંઘવારી કોરોનાની તબીબી સેવાઓમાં જે ખર્ચ થાય છે તે સહન કરવાની શકિત નથી આ અંગે યોગ્‍ય કરવા પ્રયાસ કરશુ તેમ જણાવેલ.

આગામી વર્ષ ર૦રર-ર૩ માટે અધ્‍યક્ષ તરીકે અમૃતભાઇ પટેલ, ઉપાધ્‍યક્ષો અશોક એલ.જાની, રાજન એલ. પટેલ, મનોજ આર. વ્‍યાસ, વિષ્‍ણુભાઇ કે. પટેલ, મહામંત્રી ભીખાભાઇ ઝેડ, ગોહિલ, મંત્રીઓ, રામપાલભાઇ સોની જયંતિભાઇ એચ. પરમાર, આઇ.બી. બારોટ, ખજાનચી કિશોરભાઇ મુળે, કારોબારી સભ્‍યો છત્રસિંહ જાડેજા ઉપેન્‍દ્ર માંકડ, મુસાભાઇ જોબન, અશ્વિનભાઇ ભટ્ટ, હરેશભાઇ શુકલ તથા વી.એચ. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. અંતમાં સ્‍થાનિક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ અને વ્‍યવસ્‍થા વગેરેમાં મુખ્‍યત્‍વે ભાગ લેનાર ભરતભાઇ પરમાર, ભારતીય મઝદૂર સંઘ અમદાવાદનો આભાર નવ નિર્વાચિત અધ્‍યક્ષશ્રી અમૃતભાઇ પટેલે વ્‍યકત કરેલ હતો

(4:25 pm IST)