Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

એકાદશીના પુનિત પર્વે મેમનગર ગુરુકુલમાં યોજાયેલ આમ્રકુટોત્સવ

ઠાકોરજીને ધરાવેલ ૬૦૦૦ કિલો કેરીઓ ગરીબોને વહેંચાશે.

અમદાવાદ તા.૧૧ અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે. આવા સમયે સમાજના ગરીબ વર્ગ અને દર્દી નારાયણને પણ પ્રસાદરૂપ કેસર કેરીનો આસ્વાદ લઈ શકે તે માટે સત્સંગ પ્રચારાર્થે વિદેશ વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં ચાલી રહેલ ૮૫ કલાકની અખંડ ધૂન દરમ્યાન, ભીમ એકાદશીના પુનિત પર્વે કચ્છ, દ્રોણેશ્વર તેમજ તાલાલા વગેરે સ્થળોથી હરિભકતોના સહયોગથી આવેલ ૬૦૦૦ કિલો જેટલી કેરીઓ ઠાકોરજીને ધરાવી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

ઠાકોરજીને ધરાવેલી તમામ કેરીઓ હોસ્પટલ તેમજ ગરીબો વગેરેને પ્રસાદ રુપે વહેંચાશે. કેરી વિતરણની વ્યવસ્થા કોઠારી મુકતસ્વરૂપદસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે.

(12:35 pm IST)