Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદ પડશે :હવામાન વિભાગ

રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી

અમદાવાદ : આવતીકાલે એટલે  કે શનિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.જેમાં અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ,ભાવનગર, અમરેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી  કરી છે.રવિવારે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે.રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે.. સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

(12:35 pm IST)