Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

કોરોનાના વધતા સંક્રમણને પગલે તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવા નિર્ણંય

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે

અમદાવાદ : કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય  (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

(5:58 pm IST)