Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રાજ્યમાં કોરોનાના વધતા કહેરથી લોકોમાં ફફડાટ :કોરોના પોઝિટિવ આવે તો શું કરવું જરૂરી : જાણો ઉપયોગી માહિતી

કોરોનાની સારવાર માટે જરૂરી સાધનો અને દવાઓ શું શું કરશો : કેવી રાખવી તકેદારી

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસનો કહેર ભયજનક સપાટીએ જોવા મળી રહ્યો છે. દરરોજના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળતા પ્રજામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની સલાહ આપવામાં આવી રહી છ અને ખાસ કરીને માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાણવી રાખવું તે હાલમાં ખુબ જ જરુરી થઈ ગયું છે.

કોરોના સારવાર માટે આ સાધનો જરીરી

1.EZ-LIFE Oximeter – શરીરનું ઓક્સિજન લેવલ અને ધબકારા માપવા માટે
2.EZ-LIFE Thermometer શરીરનું તાપમાન માપવા માટે જરુરી
3. જો તમારો ઓક્સિજન લેવલ 94થી નીચે જાય તો સતત ડોક્ટરના સંપર્કમાં રહેવું અને તેમની સલાહથી કામ કરવું

કોરોના સમયે આ દવાઓ જરુરી

1.Azithromycin-500 આ દવા તમારા શરીરમાં રહેલા ઈન્ફેકશન દૂર કરવામાં મદદરુપ છે અને દિવસમાં એક ગોળી લેવી ,સતત પાંચ દિવસ સુધી આ દવાનો કોર્સ કરવો
2.Vitamin-C આ દવા તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વઘારે છે. દિવસમાં એક ગોળી લેવી અને 10 દિવસનો કોર્સ કરવો
3.Vitamin-D રોગ પ્રતિકારક શક્તિ વધારવા અઠવાડિયામાં 4 ગોળી લેવી અને એક મહિનાનો પુરો કોર્સ કરવો
4.ZINC રોગ પ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં 1 ગોળી લેવી અને 10 દિવસનો કોર્સ કરવો
5.Peracetamol તાવ આવે તો દર આઠ કલાકે આ દવા લેવી
6.Smartbreath ગરમા પાણી કરી નાશ લેવા માટે આ ટોટાનો ઉપયોગ કરવો અને દિવસમાં 2 થી 3 વાર નાશ લેવી
7. ડોક્ટરનો સંપર્ક કરીને જ બાકીની જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી

આ આયુર્વેદિક દવાઓ જરુરી

1. Swasari Patanjali ઉધરસ આવે તો આ દવા દિવસમાં ત્રણ વાર લેવી
2. Ayush Kwath Powder આ કાઢો દિવસમાં બે વાર લેવું આનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
3. નીલગીરીનું તેલ- નાશ લેવા માટે તમારા રુમમાં સ્પે કરવા માટે

શું ખાવું જોઈએ

1. દિવસ દરમિયાન પાણીનું પ્રમાણ શરીરમાં વધારે રાખો, દરરોજ 3 લિટર જેટલું પાણી પીઓ
2. દિવસમાં 2 વાર લીબુંનો શરબત પીઓ
3. નારંગી,સંતરા અથવા મોસંબીનું જયુસ બનાવીને પીઓ
4. સુંઠનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરો
5. દિવસમાં હળદર વાળું દૂધ પીવાનું રાખો
6. ઘરનો જ ખોરાક લેવાનું રાખો અને બને ત્યા સુંધી ગરમ જ ખાવાનું રાખો

ડોક્ટરનું કન્સલ્ટિંગ

1. તમે 104 નંબર પર તમને કોરોના થયો છે તેની જાણ કરી શકો છો. કોરોનાની તમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે અને આ સાથે કોરોન્ટાઈન માટેની જરુરી માહિતી પણ આપવામાં આવશે.
2. તેમના દ્વારા દિવસમાં એકવાર ડોક્ટર હોમ વિઝિટ કરવા માટે તમારા ઘરે પણ આવશે
3. જયારે આકસમિક સમયમાં કયા હોસ્પિટમાં જગ્યા ખાલી છે તેની માહિતી પણ આપવામાં આવશે
4. સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સરકાર દ્વારા કેટલાક બેડ આરક્ષિત છે તેમાં દાખલ થવા 108 પર સંપર્ક કરવો તેવો તમને નજીકમાં જે હોસ્પિટલ ખાલી હશે તેની માહિતી આપવામાં આવશે
5. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં પણ તમામ વિગતો આપેલ હોય છે જેથી તે એપને તમારા મોબાઈલ ફોનમાં ઈન્સટોલ કરી દેવી જોઈએ

કોરોના માટે આ રિપોર્ટ ખાસ જરુરી

1. જો તમારો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો તે જ દિવસે તમારે તમારો RT-PCR ટેસ્ટ કરાવી લેવો
2.RT-PCR ટેસ્ટ કોરોના માટે કેટલો સક્રિય છે તે તેની માહિતી આપશે
3.RT-PCR 15થી 20 વચ્ચે આવે તો તેના બે દિવસ બાદ નીચેના રિપોર્ટ કરાવી લેવા જોઈએ
4.CBC,CRP
5. ESR
6.LFT
7. D-Dimmer
8. SGPT
9. HRCT ખુબ જ વઘુ અસર વાગે તો જરુરી

યોગ અને સૂર્ય પ્રકાશ

1. રોજ સવારે ઉગતા સુરદનો સૂર્ય પ્રકાશ શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
2. તાપ લેતા સમયે પ્રણાયામ કરવું ખુબ જ ફાયદાકારક છે
3. ઓછામાં ઓછા 40થી 60 મિનિટ તાપમાં બેસવું
4. સવારે થોડી બની કસરત કરવી

આ રીતે નાશ લેવી

શરુઆતના પથી 6 દિવસ નાશનું ખુબ જ મહત્વ છે. જેથી દિવસમાં 2 થી 3 વાર નાશ લેવી જોઈએ. શરુઆતમાં નાશ ધીમે ધીમે લો. જેમ જેમ નાશ લો તેમ તેમ ટોટા પાણીમાં ઉમેરતા જોઓ.

(5:41 pm IST)