Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

સુરતની સ્‍થિતિ કરૂણાજનક વેન્‍ટીલેટર ન મળવાથી એક મહિલાનું મોત : અધુરામાં પુરૂ શબવાહિતની પણ ન મળતા માતાના મૃતદેહને પુત્ર રેકડીમાં લઇ ગયો !!

સુરત : સુરત જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ સતત વધી રહ્યા છે. સાથે સાથે લોકો શ્વાસ લેવામાં તકલીફો પણ સતત વધી રહી છે. ત્યારે આવામાં એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ જણાવતા તેને વેન્ટિલેટર ન મળતા મોત ને ભેટી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં રહેતા ભદ્રાબેન શાહ નામન મહિલાને ગત રોજ શ્વાસની તકલીફ થઈ જતા પુત્ર આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર ન મળતા તેની માતાનું મોત નીપજ્યું હતું. માતાના મોત બાદ સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો.

જોકે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી હોય તેમ શબવાહીની આપવાનો ઇનકાર કરી દેવાતાં રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો.

મહિના અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા પુત્રએ સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી આ ઘટનમાં પરિવાર ખૂબ હેરાન થયો હતો અને કોઈ મદદે નહિ આવતા એકલતાની લાગણી અનુભવી હતી.

મહત્વનું છે કે, આ મહિલાના ઘરના સભ્યો એજ મળી પ્લાસ્ટિકમાં મૃતદેહ લપેટી લારીમાં જ સ્મશાન લઇ ગયા હતા અને અગ્નિદાહ આપ્યો હતો.

(2:27 pm IST)