Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

સુરતમાં રાત્રીના એક સાથે ર૦ મૃતદેહોનો અ‌ગ્‍નિ સંસકાર કરાતા ભલભલાના કઠણ કાળજા પીગળી ગયા : આંખોમાંથી અશ્રૃધારા વહેવા લાગી

સુરત: સુરત સહીત ગુજરાતમાં કોરોનાનો ભરડો વધુ મજબૂત થયો છે. કોરોનાના કારણે ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે. સ્મશાનગૃહમાં પણ અગ્નિ સંસ્કાર કરવાની જગ્યાનો અભાવ હોવાથી હવે સ્મશાન પરીસરમાં બહાર કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે.

સુરતના ઉમરા સ્થિત સ્મશાનગૃહથી રાત્રી દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્મશાનભૂમિમાં અલગ અલગ જગ્યાએ વીસ જેટલી ચિતા પ્રગટાવીને કોરોનાથી મર્યા ગયેલાઓના મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યાં હોવાનું દ્રષ્ટિગોચર થાય છે. અત્યાર સુધી મૃતદેહના અગ્નિસંસ્કાર માટે વેઈટીગ લીસ્ટ હતુ પરંતુ હવે તો મૃતકને અગ્નિદાહ આપવામાં સ્મશાનભૂમિ પણ નાની પડી રહી છે.

છેલ્લા બે દિવસથી સ્મશાનગૃહમાં કોરોનાના મોત પામેલા દર્દીઓના અગ્નિસંસ્કાર માટે ચિતા ગોઠવવામાં સમય જતો હોવાથી, સ્મશાનમાં ચંડાળ દ્વારા જ આગોતરી ચિતાઓ ગોઠવી દેવાઈ છે. જેથી એક સમયે ગમેએટલા મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે તો કોઈને વધુ પ્રતિક્ષા કરવી ના પડે. આ પ્રકારે આગોતરી 25 જેટલી ચિતા તૈયાર કરી દેવાઈ છે.

સુરતના ઉમરા સ્મશાનગૃહમાં સ્મશાનભઠ્ઠીમાં વારા મુજબ મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં સમય જતો હોવાથી, મ્યુનિસિપલ કોર્પોરેશને જ આ પ્રકારની વ્યવસ્થા કરાવડાવી છે. જેથી સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહને અગ્નિસંસ્કાર આપવામાં વધુ સમય રાહ જોવી ના પડે.

(12:32 pm IST)