Gujarati News

Gujarati News

News of Sunday, 11th February 2018

HSRP નંબર પ્‍લેટર લગાડવાની છેલ્લી તા. ૧પ ફેબ્રુ. ત્‍યાર બાદ દંડ કરાશે

રજાનાં દિવસે પણ નંબર પ્લેટ લગાડવાની કામગીરી કરવામાં આવી હતી

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા બધા જ વાહનોમાં કંપલસરી ... નંબર પ્‍લેટ લગાડવાના કાયદાની મુદત તા. ૧પના ખતમ થાય છે.

અને ત્યારબાદ HSRP નંબર પ્લેટ વગરનાં વાહનોને દંડ ફટકારવામાં આવશે. રજાનાં દિવસે પણ નંબર પ્લેટ લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.

દરેક વાહન માટે HSRP નંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવી છે. નંબર પ્લેટ લગાડવાની મુદત 15 ફેબ્રુઆરીએ પુરી થાય છે.જેના હવે થોડા દિવસ બાકી છે.ત્યારે કાયદાની મુદત પહેલાના છેલ્લા શનિવારે પણ નંબર પ્લેટ લગાડનારાઓની કોઇ ખાસ સંખ્યા જોવા મળી નહતી.

લોકોને 15તારીખ પછી દંડ ભરવો પડે તે માટે તંત્ર મહત્તમ વાહનોમાં HSRP લગાડવા કામે લાગ્યું છે.પરંતુ અમદાવાદમાં લાખોની વાહનોની સંખ્યા સામે હજુ 40 હજાર વાહનોમાં HSRP નંબર પ્લેટો લાગી છે.

અન્ય વાહન માલિકોએ હજુ પણ નંબર પ્લેટ લગાવી નથી.ત્યારે થોડા દિવસ બાદ આવા વાહનમાલિકો સામે લાંલ આખ કરવામાં આવે છે.કે પછી ફરી કાયદાના અમલ માટે તારીખમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે તે જોવુ રહ્યું. હજુ તમામ શહેરોમાં અસંખ્‍યા વાહનો HSRP નંબર ની પ્‍લેટ ગવરના રહ્યા છે. જેનો આંકડો બહુમ મોટો હોઇ શકે છે.

(6:22 pm IST)