Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

અરવલ્લી જિલ્લામાં ઉતરાયણના દિવસે જાહેર સ્થળોએ અથવા ખુલ્લા મેદાન સહીત ધાબા પર પતંગ ચગાવવા ભીડ એકઠી કરનાર વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી

અરવલ્લી:જિલ્લામાં જાહેર સ્થળોએખુલ્લા મેદાનોમાં કે રસ્તાઓ ઉપર પતંગ ચગાવનાર,પતંગ ચગાવવા ધાબા ભાડે આપનાર કે પતંગો ઉપર સુલેહ શાંતી ના ભંગ સમાન લખાણ લખનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એવી તાકીદ અરવલ્લી જિલ્લા પોલીસ વડા દ્વારા કરાઈ છે.

ગત એપ્રિલ માસ થી અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કેર વર્તાઈ રહયો છે.જિલ્લામાં ઓન રેકોર્ડ ૮૨૫ થી વધુ લોકો સંક્રમીત થયા છે.અને ૯૨ થી વધુ  લોકો એ સંક્રમણને લઈ જાન ગુમાવ્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગના રેકર્ડ ઉપર નહી નોંધાયેલા પોઝીટીવ કેસ અને મોતનો આંક તો કેટલોય વધુ હોવાનું મનાઈ રહયું છે.ત્યારે આ વર્ષે અન્ય પર્વતહેવારોઉજવણીઓની જેમ પતંગ પર્વ પણ કોરોના સંક્રમણને લઈ પ્રભાવીત થશે એમ જણાય છે.

હાલ પ્રવર્તમાન સંક્રમણની સ્થિતિને લઈ સરકાર દ્વારા પતંગ પર્વ ઉત્તરાયણે પણ જરૂરી ગાઈડ લાઈન અમલવારી માટે પ્રસિધ્ધ કરાઈ છે.ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસવડાની સુચના બાદ લોકલ ઈન્ટેલીજન્સ બ્રાન્ચ દ્વારા શનીવારે એડવાઈઝરી જારી કરાઈ હતી. જેમાં જાહેર સ્થળોએ,ખુલ્લા મેદાનોમાં કે રસ્તા ઉપર થી પતંગ ચગાવવા ઉપર,પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માસ્ક પહેરયા વગર કે ઘર,ફલેટ કે બીલ્ડીંગના ધાબા ઉપર ટોળા,ભીડ એકત્રીત કરી પતંગ ચગાવનાર,ઘોંઘાટ સર્જનાર,ડીજે કે અન્ય મ્યુઝીક સીસ્ટમનો ઉપયોગ કરનાર,ફલેટના ધાબા પતંગ ચગાવવા ભાડે આપનાર કે જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવા પ્રકારના સ્લોગન,ચિત્રો કે લખાણ પતંગ ઉપર કરનાર તમામ સામે દંડનીય સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

(5:16 pm IST)