Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દીકરી અને પુત્રીની બીભત્સ કલીપ વાયરલ કરવાની ખોટી ધમકી આપી ખંડણીની માંગણી કરનાર જલાલપોરના ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

સુરત: તમારી પુત્રી-તમારી પત્નીની બિભત્સ ક્લીપ અમારી પાસે છે તેમ અમને પૈસા આપો નહીં તો કલીપ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી ખંડણી માંગતા નવસારીના જલાલપોરના ત્રણ બેકાર યુવાનોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા. કોઈપણ કલીપ નહી હોવા છતાં આ રીતે ધમકી આપી તેમણે સુરત-નવસારીનાં ૮ વ્યક્તિ પાસે ખંડણી માંગી હતી. જો કે, કોઈએ પૈસા ચૂકવ્યા ન હતા. ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ૨૯ ડિસેમ્બરના રોજ કતારગામ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે અમારી પાસે તમારી પુત્રીની બિભત્સ ક્લીપ છે, જો તેને સોશ્યલ મિડીયામાં અપલોડ કરી વાયરલ કરશું તો તમારી બદનામી થશે, તેમ ન કરવું હોય તો રૃ. ૫ લાખ આપો. તે વ્યક્તિએ ગભરાયા વિના કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ હતી.

(6:36 pm IST)