Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરા સયાજીરાવ હોસ્‍પિટલમાં કોઈ વૃદ્ધ મૃત હાલતમાં નવજાત બાળક મુકી જતા તપાસનો ધમધમાટ : સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

વડોદરા :  એક વૃધ્ધ વ્યક્તિ વડોદરા SSG હોસ્પિટલમાં મૂકી ગયો મૃતબાળક, ઘટના CCTVમાં આવી સામે. વડોદરા સયાજીરાવ હોસ્પિટલમાંથી મૃતબાળક મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મામલે સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે

મળતી માહિતી અનુસાર એક વૃદ્ધ સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. તે દરમિયાન વૃદ્ધ બાળકને મૂકીને ચાલી ગયો. સમગ્ર ઘટના CCTVમાં સ્પષ્ટ દેખાય છે અને બધા ફુટેજ સામે આવી ગયા છે. જેમાં જોવા મળ્યું છે કે વૃદ્ધ બાળકને બેરેકમાં મૂકે છે

ઉલ્લેખનીય છે કે, શૂઝ રેકમાંથી બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું. જેની હોસ્પિટલ વાળા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:05 pm IST)