Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

સોમવારના શપથ સમારોહમાં સાગમટે નિમંત્રણ

પ્રદેશ-મહાનગરના હોદ્દેદારો, શહેર - જિલ્લા કારોબારી, વર્તમાન અને પૂર્વ સાંસદો, મંડલના હોદ્દેદારો, જનસંઘ વખતના અગ્રણીઓ, સહકારી હોદ્દેદારો, સરપંચો વગેરે અપેક્ષિત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૦ : રાજ્‍ય સરકારના નવા મુખ્‍યમંત્રી અને મંત્રીઓનો શપથ સમારોહ તા. ૧૨ સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્‍યે સચિવાલય હેલીપેડ મેદાન, સરદાર ભવન સંકુલ, નવા સચિવાલય ખાતે યોજાનાર છે. જેના માટે પ્રદેશ ભાજપ દ્વારા પંચાયતથી પાર્લામેન્‍ટ સુધીના પદાધિકારીઓને અપેક્ષિત ગણી આમંત્રણ આપવામાં આવ્‍યા છે.

સમારોહ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પરિપત્ર મુજબ પક્ષના પ્રદેશ અને જિલ્લા-મહાનગરના હોદ્દેદારો, મોરચાના પ્રદેશ અને જિલ્લા - મહાનગરના હોદ્દેદારો, જનસંઘ સમયના અગ્રણીઓ, પક્ષની જિલ્લા-મહાનગર કારોબારી, વર્તમાન અને પૂર્વ સાંસદ, વર્તમાન અને પૂર્વ ધારાસભ્‍યો, જિલ્લા-મહાનગરના સેલ સંયોજક, સ્‍થાનિક સ્‍વરાજ્‍ય સંસ્‍થામાં ચૂંટાયેલા તમામ સભ્‍યો, જિલ્લા અને તાલુકા સ્‍તરની સહકારી સંસ્‍થાઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને ડીરેકટરો, મંડલના પક્ષના હોદ્દેદારો, મંડલના તમામ મોરચાના હોદ્દેદારો, મંડલના પક્ષના કારોબારી સભ્‍યો, ગ્રામ પંચાયતના સરપંચ વગેરે અપેક્ષિત છે.

(11:39 am IST)