Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઘરે શિલાય મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે ગુજાર્યું દુષ્કર્મ : રામોલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

અગાઉ બને સુરેલીયા વિસ્તારમાં આસપાસ રહેતા હતા: પોલીસે મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી

અમદાવાદ : શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પરિણીત યુવાનની ધરપકડ કરી છે.

 મહિલાએ ફરિયાદ કરી કે તેના ઘરે શિલાય મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જ્યાં મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું. જે ઘટનામાં મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે બને એટલે કે મહિલા અને શખ્સ બને એકબીજાના પરિચિત છે. કેમ કે અગાઉ બને સુરેલીયા વિસ્તારમાં આસપાસ રહેતા હતા. જેથી બંને એકબીજાથી પરિચિત હતા. તેમજ આરોપી શિલાઈ મસીનનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. દુષ્કર્મની ઘટનામાં પોલીસે મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી છે. સાથે જ બને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આશંકા છે. જે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરી શકાય.

(12:40 am IST)