Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરતની શાળાએ હિન્દુ સિવાયના વિદ્યાર્થીને શિષ્યવૃતિ મળવાની ચોખવટ કરતાં મામલો બીચક્યો : શાળાની ભૂલ સામે ભારે વિરોધ

સુરતની કે.સી.શાહ પ્રવૃતિ વિદ્યાલય સામે વાલીઓનો વિરોધ: હિન્દુ ધર્મ સિવાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અપાશે તેવો હતો ઉલ્લેખ: સોશ્યલ મીડિયામાં પણ જબરી આલોચના

 

સુરતની કે.સી.શાહ પ્રવૃતિ વિદ્યાલય સામે વાલીઓનો વિરોધે ચડયા છે. કારણ એક શબ્દ છે હિન્દુ ઘર્મ, વાત એમ છે કે સ્કૂલ દ્વારા શિષ્યવૃતિને લઈને કરાયેલા લખાણમાં હિન્દુ સિવાયના અન્ય સમાજને શિષ્ય વૃતિ મળશે તેવો ઉલ્લેખ કરાયો હતો. મહત્વનું છે કે લઘુમતિ વિદ્યાર્થીને કેન્દ્ર સરકારની શિષ્યવૃતિની યોજનાનો લાભ મળે છે. કેન્દ્ર સરકારની લઘુમતીની યાદીમાં આવતા ઘર્મને શિષ્યવૃતિ માટે આવેદન કરી શકે છે. પણ શાળા દ્વારા મોટી ભૂલ કરવામાં આવી હતી કે પત્રમાં હિન્દુ ધર્મ સિવાય અન્યને શિષ્યવૃતિ મળશે તેવો ઉલ્લેખ કરાયો હતો. શાળાની લાપરવાહી સામે અનેક વાલીઑ ગુસ્સે ભરાયા હતા અને હિન્દુ સિવાયના વિદ્યાર્થીના ઉલ્લેખને મુદ્દો બનાવ્યો હતો

    કેસી શાહ પ્રવૃતિ વિધાયલ દ્વારા પત્રમાં લખાવામાં આવ્યું હતું કે આપનો પુત્ર અથવા પુત્રી શાળામાં અભ્યાસ કરે છે. સરકાર શ્રીના પરિપત્ર મુજબ લઘુમતીના (હિન્દુ ધર્મ સિવાયના) એટલે કે જૈન. મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, બોદ્ધ, અને શીખ ધર્મના વિદ્યાર્થીને કેંદ્રસરકાર દ્વારા મળટતી શિષ્યવૃતિ માટે તમે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા હોય તો દિન-2માં શાળાની ઓફિસમાં 11 થી 2 કલાક દરમિયાન કલાર્ક ભાઈઓનો સંપર્ક કરવાનો રહેશે. જે બાદ નીચે ખાસ નોંધમાં ફરી ઉલ્લેખ કરાયો હતો કે હિન્દુ ધર્મના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળવા પાત્ર નથી જેથી કોઈએ પૂછપરછ કરવી નહીં

આમ અલગથી ચોખવટ કરતાં ઘણા વાલીઓની લાગણી દુભાઈ હતી અને આથી મોટાભાગના વાલીઓએ શાળા લખેલા પત્રનો વિરોધ કર્યો હતો

 

(12:39 am IST)