Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમદાવાદમાં શનિવારે સરદારધામ ફેઝ ટુ નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજન સાથે સાથે સમગ્ર ગુજરાતના તાલુકા મથકે લાઈવ પ્રસારણ સાથે સમાજ પ્રગતિનો કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ મનસુખભાઈ માંડવીયા કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ પ્રદેશ ભાજપ પ્રમુખ વિગેરે મહાનુભાવો સરદાર ધામ ખાતે ઊપસ્થિત રહેશે: ધોરાજીમાં સરદાર ધામ અમદાવાદ ની સૂચનાથી મનીષભાઈ ચાંગેલા માર્ગદર્શન આપશે: ગુજરાતના તમામ તાલુકા મથક ખાતે લાઈવ પ્રસારણ સાથે સમાજ બેઠકની તૈયારીઓ ચાલુ: ધોરાજી લેવા પટેલ સમાજ ખાતે તારીખ 11 ને શનિવારે 9:45 કલાકે લાઇવ સમારોહ જોવાનો કાર્યક્રમ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:અમદાવાદમાં તારીખ 11 સરદારધામ ફેઝ ટુ નો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજન સાથે સાથે સમગ્ર ગુજરાત ના તાલુકા મથકે લાઈવ પ્રસારણ સાથે સમાજ પ્રગતિ નો કાર્યક્રમ  યોજાશે

સરદાર ધામ ના પ્રમુખ સેવક ગગજી સુતરીયા .બી.કે.પટેલ. એચ.એસ પટેલ એ સયુંકત યાદીમાં જણાવેલ કે તારીખ 11/ 9/ 2021 શનિવારના રોજ સવારે 10:00 અમદાવાદ સરદાર ધામ વૈષ્ણોદેવી સર્કલ પાસે અમદાવાદ ખાતે વિશ્વ પાટીદાર સમાજ દ્વારા સરદાર ધામ નો  mission 2026 અંતર્ગત સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં ભારતની યશસ્વી અને તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ એવા ૨૦૦ કરોડના કન્યા છાત્રાલયનો સરદારધામ ભૂમિપૂજન નો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
સરદારધામ ના અગ્રણી ઓ એ જણાવેલ કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઇ સરદારધામ સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ ના ધ્યેય ને ચરિતાર્થ કરવા mission 2026 અંતર્ગત તેના મિશન અને વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ અને સંકલ્પ બધ્ધ છે સરદાર ધામ આઇકોનિક બિલ્ડિંગનું નિર્માણ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે સમાજના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ એવમ ૨૦૦ કરોડના કન્યા છાત્રાલય સરદાર ધામ નું ભૂમિ પૂજન ભારતની યશસ્વી અને તેજસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તારીખ 11 /9/ 2021 ના દિવસે સવારે ૧૦ કલાકે યોજવામાં આવશે સમાજના અનેકાનેક ટ્રસ્ટીઓના લોકોની ભાવના અને યોગદાનથી આ સરદાર ધામ સાકાર થવા જઇ રહ્યું છે આવો આપણે સૌ સાથે મળી સરદારધામ એ યુવા શક્તિ ના સર્વાંગી વિકાસ માટે યજ્ઞ આરંભ્યો છે તે વિકાસ ઝડપી યુગમાં તન મન અને ધનથી સહકાર અને સહભાગી થઈએ આ સમારોહમાં તારીખ 11/ 9/ 2021 ના સવારે 10:00 કલાકે સરદાર ધામ ખાતે લોકાર્પણ ભૂમિપૂજન સમારોહ તેમજ બપોરે 3:00  કલાકે સન્માન સમારોહ યોજાશે
સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (સરદાર ધામ સ્થાપક ટ્રસ્ટી) અતિથિ વિશેષ કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા પરશોત્તમભાઈ રૂપાલા અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ  સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે
મિશન-૨૦૨૬
 સરદાર પટેલ ના જીવન અંતર્ગત પાંચ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિમણથી રાષ્ટ્ર નિર્માણ લક્ષ્યબિંદુઓ
નિમણિના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-૨૦૨૬ અંતર્ગત તેનાબિલ્ડિંગ પ્રોજેક્ટ
મિશન , વિઝન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા કટિબદ્ધ અને અંતર્ગત ૧૦૦૦ કરોડના ખર્ચે
સંકલ્પબદ્ધ છે.
૧૦૦૦૦ દીકરા-દીકરીઓ માટે“સરદારધામ આઈકોનિક બિલ્ડિંગ”નું નિમણિ ભાવિ પેઢીના પરવડે તેવા સુવિધાયુક્તઉજ્જવળ ભવિષ્યનો આધાર બની રહેશે. સમાજના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત છાત્રાલયનું (ઈન્સ્ટિટ્યૂટ) નિર્માણ કરવું)
પ્રથમ વખત ૨૦૦ કરોડના સરદારધામ ભવનનું લોકાર્પણ એવમ્ ૨૦૦કરોડના કન્યા છાત્રાલય સરદારધામ ફેઝ-૨નું ભૂમિપૂજન ભારતનાયશસ્વી-તેજસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર  નરેન્દ્રભાઈ મોદીના વરદ્ધસ્તે તારીખ ૧૧-૯-૨૧નાસિવિલ સર્વિસ કેન્દ્રદિવસે યોજવામાં આવેલ છે.અંતર્ગત ૧૦૦૦૦ દીકરા-દીકરીઓનેસમાજના અનેકાનેક શ્રેષ્ઠીઓનાં હૃદયોની ભાવના અને વહીવટી સેવામાં મોકલવા) યોગદાનથી આ ભવન સાકાર થયું છે.
આવો, આપણે સૌ સાથે મળીને સરદારધામે જે યુવાશક્તિના ગ્લોબલ પાટીદાર સર્વાગી વિકાસ માટે યજ્ઞ આરંભ્યો છે
ધોરાજીમાં સરદાર ધામ નો લાઇવ પ્રસારણ કાર્યક્રમ:
સરદાર ધામ અમદાવાદ ની સૂચનાથી ધોરાજીમાં પાટીદાર સમાજના અગ્રણી મનીષભાઈ ચાગેલા માર્ગદર્શન આપશે
ધોરાજીના વિજયભાઈ અંટાળા (જે ભગવાન) એ યાદીમાં જણાવેલ કે ધોરાજી સમસ્ત પાટીદાર સરદારધામ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શનિવારે તારીખ 11/ 9/ 2021 ને શનિવારના રોજ સવારે 9:45 કલાકે સરદારધામ નુ લાઈવ પ્રસારણ જોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન ભૂમિ પૂજન કરશે તેમજ પ્રેરક પ્રવચન નો પણ લાભ મળશે
આ સમયે સરદાર ધામ અમદાવાદ દ્વારા ધોરાજી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી મનીષભાઈ ચાંગેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને વિશાળ પાટીદાર સમાજની જનમેદનીને સંબોધન સાથે સરદારધામ ની વિશેષ કાર્યક્રમ ની માહિતી આપશે

(9:34 pm IST)